West Bengal/ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધને લઈ મમતા બેનર્જીએ અપનાવ્યો અનોખો અંદાજ, જુઓ આ વીડિયો

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં મમતા બેનર્જી હાવડામાં એક પદયાત્રામાં જોડાયા હતા.

Top Stories India

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને TMC વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહયું છે, ત્યારે  મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં એક અનોખો અંદાજ અપનાવ્યો હતો, જ્યાં તેઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવાર થવા પહોંચ્યા હતા.

હકીકતમાં, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોના વિરોધમાં મમતા બેનર્જી હાવડામાં એક પદયાત્રામાં જોડાયા હતા. આ સમય દરમિયાન તે ઇલેક્ટ્રિક સ્કૂટર પર સવાર પણ થયા હતા. તેમણે સ્કૂટર ચલાવવાની કોશિશ કરતાં તેઓ ડગમગાવા લાગ્યા અને માંડ માંડ પડતા બચ્યા હતા.

જો કે, આ દરમિયાન તેમની આસપાસ ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ અને નેતાઓએ તેમને સમય જતા પડતાં બચાવી લીધા હતા. આ દરમિયાન તેમનો મોબાઇલ ફોન પણ રસ્તા પર પડ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં, તમે જોઈ શકો છો કે, કેવી રીતે મમતા બેનર્જી ડગમગાવા લાગ્યા હતા અને માંડ માંડ પડતા બચ્યા હતા.

આપને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં આ વર્ષે માર્ચથી મે દરમિયાન વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં મમતા બેનર્જી કેન્દ્ર સરકારને ઘેરી લેવાની કોઈ તક છોડવા માંગતા નથી. બીજી તરફ દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાન ફરે છે. જુદા જુદા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે.