Cricket/ અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ. ડે-નાઈટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે.

Sports
  • અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીત
  • ભારતે 10 વિકેટથી જીતી ત્રીજી ટેસ્ટ
  • માત્ર બે જ દિવસમાં ટેસ્ટ પૂર્ણ
  • 4 ટેસ્ટની શ્રેણીમાં ભારતને 2-1ની સરસાઈ
  • ચોથી ટેસ્ટ 4 માર્ચથી અમદાવાદમાં રમાશે
  • અક્ષર પટેલની મેચમાં 11 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ. ડે-નાઈટ ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ છે. ભારત આ મેચમાં એકતરફી પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડની ટીમને પસ્ત કરી દીધી છે.

Cricket / અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને લઇને સચિને કર્યો મોટો ખુલાસો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યું છે. 4 ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત હવે ઈંગ્લેન્ડથી 2-1થી આગળ છે. ભારતીય સ્પિન બોલરોએ ટેસ્ટ મેચોમાં આશ્ચર્યજનક બોલિંગ કરી અને 19 વિકેટ ઝડપી હતી. ભારતને જીતવા માટે 49 રનની જરૂર હતી. રોહિત અને ગિલે મળીને ભારતને એક સરળ જીત અપાવી દીધી છે.

Cricket / અક્ષર પટેલ બાદ અશ્વિને રચ્યો ઈતિહાસ, સૌથી ઝડપી 400 વિકેટ લેનાર ભારતીય ખેલાડી બન્યો

ઈંગ્લેન્ડની ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં અક્ષર પટેલે પહેલા જ બોલ પર ક્રાઉલીને બોલ્ડ કરી ઇંગ્લેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. પછીનાં જ બોલ પર અક્ષરે બેયરસ્ટો એલબીડબલ્યુ આઉટની અપીલ કરી હતી, જો કે એમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો હતો. પરંતુ ત્રીજા બોલ પર બેયરસ્ટો આઉટ થયો હતો અને અક્ષર પટેલે ઈંગ્લેન્ડને બેકફૂટ પર ધકેલી દીધુ હતુ. આ જ ઓવરમાં અક્ષરે ઇંગ્લેન્ડની 2 વિકેટ સાથે અંગ્રેજી ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી. બેયરસ્ટો કોઈ પણ સ્કોર કર્યા વગર પેવેલિયન પરત ફર્યો હતો. અક્ષર પટેલ ઇંગ્લિશ બેટ્સમેનો પર કહેર વરસાવતો જોવા મળ્યો હતો. ઈંગ્લેન્ડને 19 રનનાં સ્કોર પર સિબ્લીનાં રૂપમાં ત્રીજો ફટકો પડ્યો હતો, અક્ષરે સિબ્લીને વિકેટકીપર પંતને કેચ આપીને ઇંગ્લેન્ડને ત્રીજો ફટકો આપ્યો હતો.

https://twitter.com/BCCI/status/1364949779084697601?s=20

Cricket / ભારતની નવમી વિકેટ પડી, ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં ગુમાવી 5 વિકેટ

જોકે બેન સ્ટોક્સ અને જો રૂટે ઈંગ્લેન્ડની ઇનિંગ્સને હેન્ડલ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 18 મી ઓવરનાં બીજા બોલ પર અશ્વિને સ્ટોક્સને એલ્બીડબલ્યુ આઉટ કરીને ભારતને ચોથી સફળતા અપાવી હતી. સ્ટોક્સ 25 રને આઉટ થયો હતો. અશ્વિને 11 મી વખત સ્ટોક્સને આઉટ કર્યો છે. વળી અક્ષર પટેલે ફરીથી તેની સ્પિનનો જાદુ બતાવ્યો હતો અને જો રૂટને આઉટ કરીને ઈંગ્લેન્ડને મોટો ફટકો આપ્યો હતો. જો રુટ 19 રને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની 5 વિકેટ અત્યાર સુધીમાં પડી ચુકી હતી. જ્યારે અક્ષર પટેલે ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગ્સમાં 6 વિકેટ લીધી હતી, જ્યારે અત્યારે તે બીજી ઈંનિંગમાં 4 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. એટલે કે અક્ષર આ ટેસ્ટમાં અત્યાર સુધી 10 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અશ્વિન અને અક્ષર સતત ઘાતક બોલિંગ કરી રહ્યા છે. અશ્વિને ઓલી પોપને આઉટ કરીને ઈંગ્લેન્ડને છઠ્ઠો ઝટકો આપ્યો હતો.

Cricket / ટીમ ઈન્ડિયા પહેલા દિવસની રમતનાં અંતે ડ્રાઈવિંગ સીટ પર, જાણો કેવો રહ્યો 1st Day?

પોપ માત્ર 12 રન જ બનાવવામાં સફળ રહ્યો હતો. અશ્વિને તેને બોલ્ડ કરી દીધો હતો. ઈંગ્લેન્ડની 66 રનમાં 6 વિકેટ પડી ગઈ હતી. અશ્વિને આર્ચરને આઉટ કરીને ઈંગ્લેન્ડને 7 મો ફટકો આપ્યો હતો. આ સાથે અશ્વિને પણ ટેસ્ટમાં 400 વિકેટ પૂર્ણ કરી હતી. અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 400 વિકેટ લેનાર વિશ્વનો બીજો બોલર બન્યો છે, જ્યારે તે પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. અશ્વિને તેની કારકિર્દીની 77 મી ટેસ્ટમાં 400 વિકેટ પૂર્ણ કરી હતી. જ્યારે કુંબલેએ 85 ટેસ્ટમાં 400 વિકેટ પૂર્ણ કરી હતી. તેની બોલિંગથી કમાલ કરતા અક્ષર પટેલે ફરી એકવાર 5 વિકેટ ઝડપી હતી. પટેલે સતત ત્રીજી વખત 5 વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડની 8 વિકેટ પડી ગઈ હતી. થોડી વારમાં જ અશ્વિને જેક લીચને આઉટ કરી ઈંગ્લેન્ડને 9 મો ઝટકો આપ્યો હતો. સુંદરે બીજી ઇનિંગ્સમાં ઈંગ્લેન્ડને આઉટ કર્યો હતો.

અશ્વિને ટેસ્ટમાં મેળવી 400 વિકેટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચનાં બીજા દિવસે ઈંગ્લેન્ડની બીજી ઈનિગ્સમાં જોફ્રા આર્ચરને આઉટ કરતા જ અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટને સ્પર્શ કર્યો હતો. અશ્વિન સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટ લેવાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. આ સાથે જ હવે ભારત તરફથી ઝડપી 400 વિકેટ લેવાનો રેકોર્ડ પણ તેના નામે નોંધાઈ ગયો છે.

અશ્વિન ભારત તરફથી 400 કે તેથી વધુ વિકેટ લેનાર ચોથો બોલર બની ગયો છે. અશ્વિન પહેલા અનિલ કુંબલે, કપિલ દેવ અને હરભજન સિંહે આ પદ પ્રાપ્ત કરી ચુક્યો છે. સૌથી ઝડપી 400 ટેસ્ટ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ શ્રીલંકાનાં ભૂતપૂર્વ સ્પિનર ​​મુથિયા મુરલીધરનનાં નામે નોંધાયો છે. અશ્વિને પ્રથમ દાવમાં ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે બીજી ઇનિંગમાં તેણે ચાર વિકેટ ઝડપી હતી. અશ્વિને નાથન લિયોનને પણ પાછળ છોડી દીધો છે, જેની પાસે હાલમાં ખાતામાં 399 ટેસ્ટ વિકેટ છે. અશ્વિને હવે તેના ખાતામાં 401 ટેસ્ટ વિકેટ ઉમેરી લીધી છે. તેણે 77 ટેસ્ટમાં 53 ની સ્ટ્રાઇક રેટ અને 24.95 ની સરેરાશથી 401 વિકેટ ઝડપી છે. મેચની વાત કરીએ તો ઈંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 112 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઇન્ડિયા 145 રનમાં આઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં 81 રન બનાવી શક્યું હતું.

Cricket / ઈંગ્લેન્ડને લાગ્યો ડબલ ઝટકો, શું રૂટ બચાવી શકશે ટીમની લાજ?

સૌથી ઓછી ઈંનિગ્સમાં 400 ટેસ્ટ વિકેટ 

117 – મુરલીધરન

140 – રિચર્ડ હેડલી

144 – આર.અશ્વિન

148 – અનિલ કુમ્બલે

149 – ડેલ સ્ટેન

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ