Cricket/ ટીમ ઈન્ડિયા પહેલા દિવસની રમતનાં અંતે ડ્રાઈવિંગ સીટ પર, જાણો કેવો રહ્યો 1st Day?

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે.

Sports

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. આ મેચમાં ટોસ થયાનાં થોડા સમય પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. વિશ્વનું સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આ પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. આપને હાલની સ્થિતિની વાત કરીએ તો ઈંગ્લેન્ડની ટીમની ભારતીય ટીમે નિંદર ઉડાવી દીધી છે.

Cricket / નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અક્ષર પટેલે રચ્યો ઈતિહાસ, આ રેકોર્ડ કર્યો નામે

અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમ ખાતે પિંક બોલથી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટનો પહેલો દિવસ (Day 1) ટીમ ઈન્ડિયાનાં નામે રહ્યો. બીજા સત્રનાં થોડા સમય પહેલા, પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 112 રન આપીને મુલાકાતી ટીમને બોલ્ડ કર્યા પછી, ભારતીય ટીમે તેની પહેલી ઇનિંગમાં વાઇસ-કેપ્ટન રોહિત શર્માની અણનમ અડધી સદીને કારણે 99 રન બનાવ્યા હતા. હવે ટીમ ઈન્ડિયા ઈનિગ્સમાં ફક્ત 13 રન પાછળ છે. રોહિત શર્મા 57 અને અજિંક્ય રહાણે 1 રન બનાવ્યા બાદ પિચ પર છે. આજનો દિવસ લેફ્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલનાં નામે રહ્યો હતો. તેણે આજે 6 વિકેટ ઝડપી હતી. અને ઈંગ્લેન્ડને માત્ર 112 રન પર પેલેવિયન પરત કર્યુ હતુ. મેચમાં અશ્વિને ત્રણ અને ઇશાંત શર્માએ એક વિકેટ લીધી હતી.

Cricket / ઈંગ્લેન્ડનું પિલ્લુ વળ્યું, 112 રનમાં ઓલઆઉટ

આ પ્રદર્શનથી કહી શકાય કે, ટેસ્ટનો પહેલો દિવસ ભારતનાં નામે રહ્યો હતો અને બીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટથી ઈનિંગ્સને આગળ લંબાવશે, પરંતુ પ્રથમ દિવસે કેપ્ટન વિરાટ કોહલી આઉટ થયો હતો, ત્યારે કહી શકાય કે અમુક અંશે, ઈંગ્લેન્ડ તરફ પલડુ ઝૂક્યુ છે. જો વિરાટ કોહલી રોહિત શર્મા સાથે અણનમ પરત ફર્યો હોત તો ભારતનું પલડુ માનસિક અને તુલનાત્મક રીતે ભારે હોત. જો કે, સારી વાત એ છે કે ભારતનાં હાથમાં સાત વિકેટ બાકી છે અને જો આ બેટ્સમેનો બીજા દિવસે ભારતને સારી લીડ આપે તો પિચમાં પરિવર્તન જોઇને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની હાર ટાળવી ખૂબ મુશ્કેલ છે. જો કે, તે જોવું એ પણ ખૂબ જ રસપ્રદ રહેશે કે આગામી થોડા દિવસોમાં પિચ કેવુ વર્તે છે. જો કે, ગુડલેન્થ પર ઘણી વખત ઉડતી ધૂળે સંકેત આપી દીધા છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શું થવાનું છે.

Cricket / ઈંગ્લેન્ડની ઉડી ગિલ્લી, 100 રનની અંદર અડધાથી વધારે ખેલાડીઓ પેવેલિયન પહોંચ્યા…

આ પહેલા ગત મેચમાં પાંચ વિકેટ લેનાર અક્ષર પટેલે ઈંગ્લેન્ડનાં બેટ્સમેનોની ખરાબ હાલત કરી દીધી હતી. અક્ષર પટેલે તેની કારકિર્દીની માત્ર બીજી ટેસ્ટની મેચની પહેલી ઈનિગમાં છ વિકેટ લીધી હતી અને આ કારનામાનાં કારણે મહેમાન ટીમ પ્રથમ ઇનિંગ્સમાં 112 રન બનાવીને ઓલ આઉટ થઇ ગઇ હતી. અક્ષરને રવિચંદ્રન અશ્વિને સંપૂર્ણ રીતે ટેકો આપ્યો હતો, જેણે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે એક વિકેટ ઇશાંત શર્માનાં ભાગમાં આવી હતી. જો કે અક્ષર પટેલની બોલિંગનું જ પરિણામ કે ઈંગ્લેન્ડની ટીમ માત્ર 112 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. ઈંગ્લેન્ડની ટીમ બીજુ સત્ર પૂર્ણ થાય તે પહેલા માત્ર 48.4 ઓવરમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. પ્રથમ દિવસનું આકર્ષણ અક્ષર પટેલ જ રહ્યો હતો, જેમણે ખૂબ મદદ ન કરતી પિંચ પર ખૂબ જ ટોપ ક્લાસ બોલિંગ કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ