IPL 2021/ ધોની ફરી બન્યો નંબર One, દિગ્ગજ ખેલાડીઓ પણ નથી બનાવી શક્યા આ રેકોર્ડ

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 44 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

Sports

ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) નાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2021 ની 44 મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 100 કેચ લેવાનું અદભૂત કામ કર્યું હતું. આ સાથે ધોની IPL માં એક ટીમ માટે 100 કેચ લેનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. IPL માં સૌથી વધુ કેચ લેવાના મામલે સુરેશ રૈના બીજા ક્રમે છે, જેણે ચેન્નઈ માટે 98 કેચ પકડ્યા છે. ત્રીજા નંબરે કિરોન પોલાર્ડ છે, જેણે મુંબઈ તરફથી રમતી વખતે 94 કેચ પકડ્યા છે.

આ પણ વાંચો – Interesting / પાકિસ્તાનમાં રોહિત શર્મા જેવો દેેખાયો શખ્સ, હરભજન સિંહે કરી Funny Comment

આપને જણાવી દઇએ કે, ગુરુવારે ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં કોઇ ફ્રેન્ચાઇઝી માટે 100 કેચ પકડનાર પ્રથમ ખેલાડી બન્યો છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ CSK માટે આ પરાક્રમ કર્યું હતું. તેણે આ સિદ્ધિ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રવિન્દ્ર જાડેજાની ઓવરમાં રિદ્ધિમાન સાહાનો કેચ પકડ્યો તે બાદ હાંસલ કરી. તેણે એક જ મેચમાં ત્રણ કેચ લીધા હતા. ધોની પછી, માત્ર CSK નાં સુરેશ રૈના (98) અને મુંબઈ ઈન્ડિયન્સનાં કિરોન પોલાર્ડ (94) નો સમાવેશ IPL માં કોઈપણ ફ્રેન્ચાઈઝી માટે સૌથી વધુ કેચ મેળવનારા ખેલાડીઓની યાદીમાં થાય છે. આ અંગે ખુશી વ્યક્ત કરતા IPL એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘Special Cricketer, Special Milestone! ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સ માટે 100 IPL કેચ પૂર્ણ કર્યા. તાળીઓ! તાળીઓ! ‘

https://twitter.com/IPL/status/1443599675060195329?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1443599675060195329%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatv.in%2Fsports%2Fipl-2021-ms-dhoni-completes-100-ipl-catches-for-chennai-as-a-wicketkeeper-816601

આ પણ વાંચો – IPL 2021 / 2011 વર્લ્ડકપનાં અંદાજમાં ધોનીએ મારી સિક્સર, પત્નિ અને પુત્રીએ કર્યુ આવી રીતે Celebration

શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી આ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનાં જોશ હેઝલવુડ અને ડ્વેન બ્રાવોએ ધીમી પીચ પર સનરાઈઝર્સ હૈદરાબાદને 20 ઓવરમાં 134/7 સુધી મર્યાદિત રાખી હતી. હેઝલવુડે 24 માં 3 વિકેટ લીધી હતી, જે IPL માં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું, જ્યારે બ્રાવોએ 17 માં 2 વિકેટ લીધી હતી. આ પછી ચેન્નઈનાં બેટ્સમેનોએ 138 રન બનાવીને સરળતાથી મેચ જીતી લીધી હતી. આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.