Not Set/ સતત ત્રીજા મહિને કર્યો આટલા લાખ કરોડનો આંકડો પાર

GST કલેક્શન વધવા પાછળ મહત્વનું કારણ છે કે આર્થિક વૃદ્ધિ અને ટેક્સ ચોરી પર પ્રતિબંધ. ખાસ કરીને નકલી બિલ ઉત્પાદકો સામે કાર્યવાહી થતા GST કલેક્શનમાં વધારો થયો છે

Business

GST રેવન્યુ કલેક્શનમાં ફરી એકવાર જબરદસ્ત ઉછાળો આવ્યો છે. સપ્ટેમ્બર 2021માં કુલ GST રેવન્યુ કલેક્શન 1 લાખ 17 હજાર કરોડ રૂપિયા છે. સરકારી ડેટા અનુસાર, સપ્ટેમ્બર મહિનાના કુલ સંગ્રહમાં CGST 20,578 કરોડ, SGST 26,767 કરોડ, IGST રૂ. 60,911 કરોડ અને સેસ રૂ. 8,754 કરોડનો સમાવેશ થાય છે. આ સંગ્રહ ગયા વર્ષના સમાન મહિનામાં GSTની આવક કરતાં 23 ટકા વધારે છે. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે કલેક્શન 1 લાખ કરોડનો આંકડો પાર કરી ગયો.

આ પણ વાંચો :ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ રસાકસીભર્યો રહેશે

આ અગાઉ ઓગસ્ટ 2021માં GSTની કુલ આવક 1,12,020 કરોડ રૂપિયા હતી. જેમાં CGST 20,522 કરોડ, SGST 26,605 કરોડ, IGST રૂ. 56,247 કરોડ અને સેસ રૂ. 8,646 કરોડનો સમાવેશ થાય છે. સતત 9 મહિનાથી GSTનું કલેક્શન ખુબ સારું રહ્યું છે. જયારે જૂન 2021માં GST કલેક્શન રૂ. 1 લાખ કરોડથી નીચે આવી ગયું હતું. જો કે, કોવિડ પ્રતિબંધ હળવા કર્યા બાદ, જુલાઇ અને ઓગસ્ટ 2021 માં જીએસટી કલેક્શન ફરી 1 લાખ કરોડને વટાવી ગયું. હવે સપ્ટેમ્બર મહિનામાં પણ કલેક્શન 1 લાખ કરોડને પાર કરી ગયું છે.

આ પણ વાંચો ;LPG મોંઘો થઈ શકે છે! એક્સાઈઝ પોલિસી પણ બદલાઈ, જાણો – આજથી બીજી કઈ કઈ વસ્તુઓ બદલાઈ છે

GST કલેક્શન વધવા પાછળ મહત્વનું કારણ છે કે આર્થિક વૃદ્ધિ અને ટેક્સ ચોરી પર પ્રતિબંધ. ખાસ કરીને નકલી બિલ ઉત્પાદકો સામે કાર્યવાહી થતા GST કલેક્શનમાં વધારો થયો છે. આ સાથે આગામી મહિનાઓમાં પણ GST કલેક્શન મજબૂત રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો:રોડાની કાર્યવાહીમાં આ વખતે ‘ઇન્કમટેક્સ’ વિભાગની એડવાન્સ રણનીતિ