IPL 2023 ની ક્વોલિફાયર-2ની મેચ મુંબઈ ઈન્ડિયન્સ(Mumbai Indians) અને ગુજરાત ટાઇટન્સ(Gujarat Titans) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં(Narendra Modi Stadium) રમાઈ હતી. શુક્રવારે રમાયેલી આ મેચમાં ગુજરાતની ટીમના ઓપનર શુભમન ગિલે(Shubman Gill) ખતરનાક ઇનિંગ રમી રેકોર્ડ સર્જી દીધો છે. આ સાથે જ શુભમન ગિલ IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે.
IPLમાં શુભમન ગિલનો રેકોર્ડ IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી છે. ગુજરાત ટાઇટન્સના સ્ટાર ઓપનર શુભમન ગિલ અત્યારે સાતમાં આસમાન પર છે. આ જોતા એવું લાગી રહ્યું છે કે તે અત્યારે કોઈપણ બોલિંગ યુનિટને હરાવી શકે છે. આ સિઝનમાં શુભમન ગિલે IPL 2023માં 851 રન બનાવ્યા છે. તેણે આ સિઝનમાં અનેક શાનદાર રેકોર્ડ બનાવ્યા છે.
IPL 2023ની બીજી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.
IPL પ્લેઓફમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બન્યો.
વર્ષ 2023 માં, પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ રિઝવાન અને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન ફાફ ડુપ્લેસી પછી, એક વર્ષમાં T20 માં 1000 રન બનાવનાર ત્રીજો બેટ્સમેન બન્યો.
તેણે આ વર્ષે T20માં ચાર સદી ફટકારી છે.
તેણે IPLના ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 60 બોલમાં શાનદાર 129 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 7 ફોર અને 10 સિક્સર ફટકારી હતી.
બેક ટુ બેક સદી સૌ પ્રથમ વાર આઈપીએલમાં શિખર ધવને 2020 માં નોંધાવી હતી. વર્તમાન સિઝનમાં બે વાર આવુ બન્યુ છે, જ્યારે IPL ઈતિહાસમાં આવુ માત્ર ચાર જ વાર બન્યુ છે. ચાર બેટર્સ આ કમાલ કરી ચુક્યા છે. જેમાં વિરાટ કોહલી અને શુભમન ગિલે વર્તમાન સિઝનમાં બેક ટુ બેક સદી નોંધાવી હતી. જોસ બટલરે 2022 માં આવો કમાલ કર્યો હતો
આ પણ વાંચો: IPL 2023/ગુજરાત ટાઇટન્સે મુંબઈને આપ્યો 234 રનનો ટાર્ગેટ, શુભમન ગીલે ફટકારી વિસ્ફોટક સદી
આ પણ વાંચો : આઇપીએલ ફાઇનલ/ત્રણ દેશના ક્રિકેટ બોર્ડના પ્રમુખ IPL ફાઈનલ જોવા અમદાવાદ આવશે, એશિયા કપ અંગે થશે નિર્ણય
આ પણ વાંચો : ન્યુ સ્ટાર/કોણ છે આકાશ માધવાલઃ આઇપીએલમાં ઉભરી આવેલો નવો સ્ટાર
આ પણ વાંચો : IPL 2023/લખનૌ સુપર જાયન્ટ્સ સતત બીજી વખત એલિમિનેટરમાં હારી, મુંબઈ ક્વોલિફાયર 2માં મેળવ્યું સ્થાન
આ પણ વાંચો : અમેરિકા-દિવાળીની રજા/ અમેરિકામાં દિવાળીની સરકારી રજા રહેશે! PM મોદીની મુલાકાત પહેલા અમેરિકા ભારતીયોને ભેટ આપશે
આ પણ વાંચો : IPL 2023/ મુંબઈ ઈન્ડિયન્સને હરાવી ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં,શુભમન-મોહિતનું શાનદાર પ્રદર્શન
