New Delhi/ ‘મન કી બાત’ પહેલા રાહુલ ગાંધીએ PM મોદીને કર્યું ચેલેન્જ, કહ્યું – હિંમત હોય તો કરો ખેડૂત અને જોબની વાત

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચેલેન્જ કર્યું છે.

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ પહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને ચેલેન્જ કર્યું છે. રાહુલ ગાંધીએ કહ્યું કે જો હિંમત છે તો પીએમ મોદી રોજગાર અને ખેડૂતોની વાત કરીને બતાવો. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું છે કે, “હિંમત છે તો, કરો – #KisanKiBaat #JobKiBaat.” રાહુલ ગાંધી સતત મોદી સરકાર પર પ્રહાર કરી રહ્યા છે. શનિવારે મોદી સરકાર પર પ્રહાર કરતા લખ્યું હતું કે, “એવી કોઈ જગ્યા છે કે જ્યાં દરરોજની જરૂરીયાત ઉપલબ્ધ હોય અને તમને એવું લાગતું નથી કે સરકાર તમને લૂંટી રહી છે?”

આપને જણાવી દઈએ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણીપર પ્રસારિત તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા જનતા સાથે વાત કરશે. આ કાર્યક્રમ પૂર્વે વડા પ્રધાન મોદીએ આ મહિનાની શરૂઆતમાં લોકોને ‘મન કી બાત’ કાર્યક્રમ માટે જુદા જુદા વિષયો પરના વિચારો અને સૂચનો પૂછ્યા હતા. વડા પ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમનું  આ 74 મુ સંસ્કરણ છે.

આ મુદ્દાઓ પર બોલી શકે છે પીએમ મોદી

પીએમ મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમ અંગે એવી અટકળો ચાલી રહી છે કે દેશમાં વધતા કોરોનાના કેસ અને 1 માર્ચથી રસીના બીજા તબક્કાના મામલે પીએમ મોદી પોતાના મંતવ્યો આપી શકે છે. આ સિવાય ઘણા બાળકોની પરીક્ષાનું સમન્સ નજીક છે, પીએમ મોદી પરીક્ષાને લગતી કેટલીક ટીપ્સ પણ આપી શકે છે. આ સાથે જ પીએમ મોદી ખેડૂત આંદોલન અંગે પણ પોતાના મત વ્યક્ત કરી શકે છે.