મતદાન/ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પરિવાર સાથે કડીમાં કર્યું મતદાન

નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર સાથે મતદાન કર્યું, ટ્વીટ કરી પાઠવી શુભેચ્છા

Gujarat Others

રાજ્યમાં બીજ તબક્કાની ચૂંટણીનું મતદાન થઇ રહ્યું છે. જેમાં લોકો હવે મતદાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે આવામાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પણ પરિવાર સાથે મતદાન કર્યું છે. નીતિન પટેલે કડી વોર્ડ નમ્બર 4માં જન સુવિધા કેન્દ્રમાં મતદાન કર્યું છે. નીતિન પટેલે પત્ની સુલોચનાબેન પટેલ અને પુત્ર સન્ની પટેલે સાથે મતદાન કર્યું છે.

આ પણ વાંચો : વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સાયકલ પર ખાતરની થેલી મૂકી પહોંચ્યા મતદાન કરવા, બન્યા ચર્ચાનું કેન્દ્ર

મતદાન બાદ નીતિન પટેલે કહ્યું કે, મહેસાણા જિલ્લાના કડી નપાના મારા વોર્ડમાં પત્ની અને પરિવાર સાથે મત આપવા આવ્યો છું. કડી ભાજપનો ગઢ છે. આ વખતે પણ રાજ્યમાં ઉમેદવારી પાછી ખેંચવામાં રેકોર્ડ બન્યો. કડી નપામાં બે તૃતિયાંશ બહુમતી ભાજપને મળી છે. 36માંથી 26 બેઠક અમારી બિનહરીફ થઈ છે. હું પણ મોટા ભાગના સમયમાં નપા પ્રમુખ અને સભ્ય રહી ચૂક્યો છું. જે ઘડતર થયું એના બાદ મને નાયબ મુખ્યમંત્રી તરીકે ભાજપે સ્થાન આપ્યું છે. હાલ ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. સાંજ સુધીમાં સારી ટકાવારી નોંધાશે. 5 વર્ષનું ભવિષ્ય જેમને જનતા આપશે એ ભાજપના હશે એવો વિશ્વાસ છે. બધા સાથે મળીને યાત્રાને એક એક ઘર સુધી પહોંચાડીશું.

આ પહેલા તેમણે તેમના ટ્વીટર પર એક ટ્વીટ કર્યું હતું અને શુભેચ્છા પાઠવી હતી. તેમને ટ્વીટ જણાવ્યું કે, આજરોજ યોજાયેલ નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ઉભા રહેલ ભારતીય જનતા પક્ષના સર્વે ઉમેદવારોને મતદારો અને પ્રજાનો ખુબ સહયોગ અને આશીર્વાદ પ્રાપ્ત થાય અને ભાજપના બધા જ ઉમેદવારોનો વિજય થાય તેવી સર્વને શુભેચ્છા પાઠવું છું.

આ પણ વાંચો :ભાવનગરના વલભીપુરમાં 2 મહિલા ઉમેદવારના પતિઓ વચ્ચે થઇ મારામારી