બબાલ/ ભાવનગરના વલભીપુરમાં 2 મહિલા ઉમેદવારના પતિઓ વચ્ચે થઇ મારામારી

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. ભાવનગરના વલભીપુરમાં મતદાન મથકની બહાર મારામારીની ઘટના સામે આવી છે.

Gujarat Others

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સવારથી મતદાન શરૂ થયું છે. ભાવનગરના વલભીપુરમાં મતદાન મથકની બહાર મારામારીની ઘટના સામે આવી છે. વલભીપુર હાઇવે પાસે આવેલી હાઈસ્કૂલની બહાર ઝપાઝપી થઇ હોવાનું સામે આવ્યું છે. ભાજપના મહિલા ઉમેદવારના પતિએ આપના મહિલા ઉમેદવારના પતિને માર માર્યો હતા. મારામારીને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારના પતિને લોકો બહાર લઈ આવ્યા હતા.

Bhavnagar : મતદાન મથક બહાર બે મહિલા ઉમેદવારના પતિ બાખડ્યા, જાણો કોણે કોને માર માર્યો?

આપને જણાવી દકિએ કે, ગુજરાતમાં રવિવાર 28મી ફેબ્રુઆરી 2021ના રોજ, 31 જિલ્લા પંચાયત, 214 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકા માટે મતદાન યોજાશે. 31 જિલ્લાની 980 બેઠક, 231 તાલુકા પંચાયતની 4774 બેઠકો અને 81 નગરપાલિકાની 2720 બેઠકો સહીત કુલ 8474 બેઠકો માટે ચૂંટણી યોજાઈ રહ્યું છે. આ મતદાનની મતગણતરી આગામી 2 માર્ચને મંગળવારના રોજ સવારના 9 કલાકેથી હાથ ધરાશે. 2015માં પાટીદાર અનામત આંદોલનની પૃષ્ઠભૂમિમાં યોજાયેલી ચૂંટણીમાં, 31 જિલ્લા પંચાયતોમાંથી ભાજપ 23થી વધુ જિલ્લા પંચાયતો હારી ગઈ હતી. 231 તાલુકા પંચાયતમાંથી 165 તાલુકા પંચાયત કોંગ્રેસના ફાળે ગઈ હતી .જ્યારે 51 નગરપાલિકામાંથી 38 પાલિકા ભાજપ જીત્યું હતું.