કોરોનાકાળ હજુ પૂરી રીતે ગયો નથી અને લોકો લગ્નનાં પ્રસંગની ઉજવણી કરતા આ સમયમાં જોવા મળી રહ્યા છે. લગ્ન આમ તો એક શબ્દ છે, પરંતુ પરંપરાઓ અને સંસ્કૃતિવાળા આપણા દેશમાં લગ્નનું ખૂબ મહત્વ છે. આ બંધનમાં, બે લોકો આખી જીંદગી એકબીજા સાથે રહે છે. લગ્ન એ પ્રક્રિયા છે જે બે લોકોને સામાજિક અને ધાર્મિક આધારો પર એકબીજા સાથે રહેવાની મંજૂરી આપે છે.
આ પણ વાંચો : Viral Video / 12 માં માળેથી નીચે પડી 2 વર્ષની બાળકી, સુપરમેન બનીને આવેલા આ શખ્સે બચાવ્યો તેનો જીવ
હિન્દુ ધર્મમાં વર્ણવેલા 6 સંસ્કારોમાં લગ્ન સંસ્કારોને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. લગ્ન પછી, વ્યક્તિ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે છે અને બાળકને જન્મ આપીને તેની જવાબદારી નિભાવે છે. લોકો જે વૈદિક રિવાજોને અનુસરે છે તેવા લોકો હંમેશાં કહે છે કે સાત ફેરા (સાત ફેરે) નાં લેવામાં આવે ત્યાં સુધી કોઈ લગ્ન પૂર્ણ નથી થતું. એવું માનવામાં આવે છે કે પવિત્ર અગ્નિને સાક્ષી તરીકે માનીને લેવામાં આવેલા બે આત્માઓનાં સાત ફેરા, તેમને સાત જન્મો માટે જોડે છે. લોકોનાં જીવનમાં લગ્નજીવન ખૂબ જ ખાસ દિવસ હોય છે. તેથી જ લગ્નની તૈયારીઓ મહિનાઓ અગાઉથી શરૂ થઈ જાય છે. આ દિવસને વિશેષ બનાવવા માટે આજે લોકો અવનવુ કરતા જોવા મળી જાય છે. ત્યારે આ દિવસોમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
https://twitter.com/birla_vedant/status/1366771588910092288?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1366771588910092288%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.newsnationtv.com%2Fviral%2Fnews%2Fwedding-couple-dance-during-their-pheras-video-goes-viral-on-social-media-179566.html
આ પણ વાંચો : Bollywood / ‘બજરંગી ભાઈજાન’ની ‘મુન્ની’ એટલે કે હર્ષાલી મલ્હોત્રાએ ‘ઉર્વશી ગીત’ પર કર્યો ધમાકેદાર ડાન્સ
આ વીડિયોમાં, કન્યા અને વરરાજાએ તેમના લગ્નજીવનને યાદગાર બનાવવા માટે ડાન્સ કરવાનું શરૂ કર્યું હતુ. વીડિયોમાં, લગ્નનાં મંડપમાં વરરાજા-દુલ્હન અગ્નિની સામે મંત્રોની જગ્યાએ ‘આજ મેરે યાર કી શાદી હૈ’ ગીત પર ફેરા ફરી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે ડાન્સ કરતી વખતે વરરાજા-દુલ્હન સાત ફેરા લઇ રહ્યા છે. આ સમય દરમિયાન, આસપાસનાં લોકો ઘણા ખુશ દેખાઇ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ અનોખા લગ્નને સોશિયલ મીડિયા પર ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વીડિયો બિરલા પ્રિસિઝન ટેક્નોલોજીસનાં અધ્યક્ષ વેદાંત બિરલાએ ટ્વિટર પર શેર કર્યો છે. જો કે વેદાંતે આ વીડિયો શેર કરીને નારાજગી વ્યક્ત કરી છે. પરંતુ હવે આ વીડિયો ખૂબ જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 6 લાખથી વધુ લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
