મુંબઇ,
ધ કપિલ શર્મા શો સિઝન 2: એકવાર ફરી કપિલ શર્મા તેના કોમિડી શોને લઈને ચાહકો વચ્ચે હાજર થયા છે અને તેમના આ નવા શોના આગામી મહેમાન સલમાન ખાન છે. તેમના ફેન્સ આ શોને લઈને ઘણા ઉત્સાહિતછે. અત્યારે તો આ શોની એક ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં સલમાન ખાન કહે છે કે સંજય દત્તના કારણ તેમના અત્યાર સુધી લગ્ન થયા નથી.
આપને જણાવી દઈએ કે ઇન્ટરનેટ પર વાયરલ આ વીડીયોમાં સલમાન કપિલના શોમાં એક કિસ્સો સંભળવતા જોવા મળી રહ્યા છે. તેઓ કહે છે કે સંજુ બાબા એક વાર મને કન્વીન્સ કરી રહ્યા હતા કે ભાઈજાન તમારે લગ્ન કરી લેવા જોઈએ અને તે પછી ફોનની ઘંટડી વાગે છે અને તે ભાઈજાન એક સેકેન્ડ કહીને ફોન લઈને અને ત્યાંથી ચાલ્યા ગયા. સલમાને કહ્યું કે પછીથી જ તેમને સમજાયું કે લગ્ન કરવ કેટલા મુશ્કેલ છે.
https://www.instagram.com/p/BsFXPomgCrX/?utm_source=ig_embed
સલમાનની આ વાત પર કપિલ અને ત્યાં હાજર રહેલા બધા જ દર્શકો જોર જોરથી હસવા લાગે છે. જણાવી દઈએ કે કપિલ શર્માનો શો સોની ટીવી પર શરૂ થયો છે, જે તમે શનિવાર-રવિવારે રાત્રે 9:30 વાગ્યે જોઈ શકો છો… તો તૈયાર રહો નાના પડદા પર સલમાન અને કપિલની મસ્તી જોવા માટે.
આપને જણાવી દઈએ કે તાજેતરમાં 12 ડીસેમ્બરના રોજ કપિલ શર્માએ તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની ચતરથના સાથે ધામધૂમથી લગ્ન કર્યા હતા. જેના કારણે તેઓ ખુબ જ ચર્ચામાં રહ્યા.
