અમદાવાદમાં સામાન્ય બોલાચાલીમાં મારામારીની ઘટના ખુબજ વધતી જઈ રહી છે. ગઈ કાલે પણ શ્વાનને બિસ્કીટ ખવડાવવા અને દૂધ પીવડાવવા જેવી સામાન્ય બાબતમાં માથાકુટ થઈ હતી. જે મામલે ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર , જયેશ ઠક્કર નામની વ્યક્તિએ ઈસનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના ઘરની પાસેના શ્વાનને બિસ્કીટ ખવડાવવા અને દૂધ પીવડાવવા માટે ગયા હતા ત્યારે નીરવ પટેલ નામનો ઈસમ તેમની પાસે આવ્યો હતો ત્યારે નીરવને અચાનક શું સૂઝતા તેણે શ્વાનને પથ્થરો મારીને ભગાડ્યા હતા અને ફરિયાદીને ગંદી ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી દેતા ફરિયાદી જયેશ ઠક્કર એ આ મામલે ઈસનપુર પોલીસ મથકમાં આરોપી નીરવ પટેલ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી હતી.
