રાજ્યમાં લોકોને હવે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે ઠંડીમાં વધારો નોંધાઇ રહ્યો છે. તેમાં પણ જો હવામાન વિભાગની માનીએ તો આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ પણ વધશે. રતિ વર્ષ શિયાળાની ઋતુમાં ઠંડા પ્રદેશ તીબેટ, ધર્મશાળા, હિમાચલ પ્રદેશ સહિતનાં વિસ્તારોમાંથી તીબેટીયન રેફ્યુજી પરિવારો ગુજરાન માટે ગરમ કપડાંનાં વેચાણ માટે ગુજરાતનાં મહેમાન બને છે. આ વર્ષે હજુ ડિસેમ્બર માસ ચાલી રહ્યો હોય તીવ્ર ઠંડીનો લોકો સામનો કરી રહ્યા છે. ત્યારે કડકડતી ઠંડીથી રક્ષણ માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લેતા હોય છે.
આ પણ વાંચો ;હરિયાણા / 1 જાન્યુઆરીથી કોરોનાની રસી નહીં મેળવનારાઓને જાહેર જગ્યાઓ પર પ્રવેશ નહી મળે
ત્યારે સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં પણ અલાયદી વ્યવસ્થા ઊભી કરવા માટે શરૂઆત કરવામાં આવી છે. સરથાણા નેચર પાર્ક ખાતે વન્ય પ્રાણીઓના પાંજરા પાસે હીટરની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કરીને તેઓ વધુ પડતાં ઠંડા વાતાવરણમાં મુશ્કેલીનો સામનો કરવો ના પડે.રાજયમાં ત્રણેય ઋતુઓની જે પ્રકારે શહેરીજનો ઉપર અસર દેખાય છે તેવી જ રીતે અન્ય પશુઓ ઉપર પણ તેની અસર સ્વાભાવિક રીતે જ દેખાતી હોય છે. એવી સ્થિતિમાં સુરત કોર્પોરેશન દ્વારા વન્ય પ્રાણીઓને કોઈ મુશ્કેલી ઊભી ન થાય તેની સમયાંતરે કાળજી રાખવામાં આવતી હોય છે. શિયાળાની ઋતુમાં વન્યપ્રાણીઓને ગરમી મળી રહે તે માટે હીટર લગાડવામાં આવે છે. તો ઉનાળા દરમિયાન વધુ પડતી ગરમીના પ્રકોપમાં પ્રાણીઓને ઠંડક મળી રહે તેના માટે ફાઉન્ટેન પણ લગાડવામાં આવે છે.
આ પણ વાંચો ;રાજકોટ / આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બીજા તબક્કાની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ કરાયો
તેમજ રાત્રી દરમિયાન વધારે પડતી ઠંડીના માહોલમાં તેઓ ગરમ વાતાવરણનો અનુભવ કરી શકે તેમજ પક્ષીઓના પાંજરાઓમાં પણ 200 વોલ્ટના લેમ્પ લગાડવામાં આવ્યા છે જેથી કરીને પક્ષીઓના પાંજરામાં પણ ઠંડીનો પારો ગગડી ગયા બાદ પણ પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ બની રહે. દરેક સીઝન પ્રમાણે વન્યપ્રાણીઓ માટે અને પક્ષીઓ માટે આ પ્રકારની અલાયદી વ્યવસ્થા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવે છે
