Ahmedabad News : સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC)ના અધિકારીઓએ માગિતીને આધારે જુહાપુરામાંથી એક શખ્સને નશીલા પદાર્થ મેફેડ્રોન સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.તેની પાસેથી પોલીસે 3.42 લાખ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન, વાહન અને મોબાઈલ મળીને કુલ રૂ. 3,77,300 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ બનાવની વિગત મુજબ SMCના અધિકારીઓને માહિતી મળી હતી કે જુહાપુરામાં SOGની કચેરી સામે મૌલાના આઝાદ સોસાયટીના ગેટ પાસેથી એક શખ્સ નશીલા પદાર્થ મેફેડ્રોન સાથે પસાર થવાનો છે. માહિતીને આધારે પોલીસે અહીં જાળ બિછાવી હતી. જેમાં પોલીસે આ શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી પોલીસને રૂ.3,42,300 રૂ.ની કિમતનો 34.230 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો.
તે સિવાય પોલીસે મોબાઈલ અને ટુવ્હિલર મળીને કુલ રૂ. 3,77,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પુછપરછમાં આરોપીએ તેનું નામ મોહમ્મદ શેહઝાદ ઉર્ફે સજ્જુ મોહમ્મદ હનીફ મન્સુરી તથા તે જુહાપુરાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. જ્યારે એક આરોપી ફરાર થઈ જતા પોલીસે તેની શોધ હાથ ધરી છે. તપાસમાં ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અગાઉ નશીલા પદાર્થનો ગુનો નોંધાયેલો હોવાનું બહાર આવ્યું છે.
આ પણ વાંચો:સરકાર ₹2,000 થી વધુના UPI વ્યવહારો પર GST વસૂલવાનું વિચારી રહી નથી
