Cricket/ મિતાલી રાજે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, આ મામલે સનથ જયસૂર્યાથી નિકળી આગળ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગ્સ રમી હતી…..

Sports

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં કેપ્ટન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌરે શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ ભારતીય મહિલા ટીમ રવિવારે દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં અહીં કોઈ પણ તબક્કે લય પ્રાપ્ત કરી શકી ન હોતી અને નવ વિકેટે માત્ર 177 રન જ બનાવી શકી હતી.

Cricket / T-20 આંતરરાષ્ટ્રીયમાં માર્ટિન ગુપ્ટિલનો ધમાકો, રોહિતને આ મામલે પછાડ્યો પાછળ

છેલ્લા 12 મહિનામાં ભારતની આ પહેલી મેચ હતી, જેમા તેના બે અનુભવી ખેલાડીઓ જ કોઈ પ્રભાવ કરી શક્યા હતા. ભારતે 40 રનની અંદર સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના (૨૦ બોલમાં 14 રન) સહિત ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારબાદ મિતાલી (85 બોલમાં 50) અને હરમનપ્રીતે (41 બોલમાં 40) ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. મિતાલીની તેના વનડે કારકિર્દીની આ 54 મી અડધી સદી છે, તે મહિલાઓની વનડેમાં પણ મોટો રેકોર્ડ છે. મિતાલી વનડે ક્રિકેટમાં સૌથી વધારે અડધી સદી બનાવનારી મહિલા ક્રિકેટર છે. આ સિવાય વર્લ્ડ ક્રિકેટમાં મહિલા/પુરૂષ ક્રિકેટમાં સૌથી લાંબી વનડે કારકિર્દીની બાબતમાં મિતાલી બીજા ક્રમે છે. સનથ જયસૂર્યાનાં રેકોર્ડ કરતા તે ઘણી આગળ નીકળી ગઈ છે. મિતાલી રાજની વનડે કારકિર્દીને 21 વર્ષ 254 દિવસ થયા છે.

Cricket / ટીમ ઈન્ડિયાની બલ્લે બલ્લે, ઈંગ્લેન્ડને હરાવી WTC ફાઈનલમાં કર્યો પ્રવેશ

આ વિશેષ સૂચિમાં સચિન તેંડુલકર પ્રથમ નંબરે છે, તેંડુલકરની વનડે કારકિર્દી 22 વર્ષ અને 91 દિવસની હતી. સનથ જયસૂર્યાની વનડે કારકિર્દીને 21 વર્ષ 184 દિવસ થયા છે. પાકિસ્તાનનાં જાવેદ મિયાંદાદની વનડે કારકિર્દી 20 વર્ષ 272 દિવસ રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ