- વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઇ રોકડીયાની વરણી
- ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની જાહેરાત
- સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઇ પટેલની વરણી
- દંડક તરીકે ચિરાગભાઇ બારોટની નિમણૂક
- શાસક પક્ષ નેતા તરીકે અલ્પેશભાઇ લિંબાચિયાની વરણી
6 મહાનગરપાલિકાનાં ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ મેયર પદને લઇને જન મુખે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે આપને જણાવી દઇએ કે, અમદાવાદ, ભાવનગર બાદ હવે વડોદરાનાં નવા મેયર પદને લઇને જાહેરાત કરવામા આવી છે.
Gujarat / અમદાવાદનાં નવા મેયર તરીકે જાણો કોનુ નામ આવ્યું બહાર?
જી હા, વડોદરાને હવે નવા મેયર મળી ગયા છે. જણાવી દઇએ કે, વડોદરાનાં નવા મેયર તરીકે કેયુરભાઈ રોકડીયાની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે નંદાબેન જોશીનાં નામની પણ જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે હિતેન્દ્રભાઈ પટેલની વરણી કરવામા આવી છે. દંડક તરીકે ચિરાગભાઈ બારોટ તો શાસક પક્ષનાં નેતા તરીકે અલ્પેશભાઈ લિંબાચિયાની વરણી કરવામા આવી છે.
Gujarat / ભાવનગરનાં મેયર પદે કોના નામની કરાઈ જાહેરાત? ડેપ્યુટી મેયર તરીકે કોની થઈ પસંદગી?
આપને જણાવી દઇએ કે, વડોદરામાં 76 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. 76 પૈકી 69 બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યા કોંગ્રેસની કારમી હાર થઇ હતી. 7 બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
