પશ્ચિમ બંગાળમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ નેતાઓની નિવેદનબાજી તેજ બની રહી છે. આ જ કડીમાં ભાજપના સાંસદ લોકેટ ચેટર્જીએ એક વીડિયો શેર કર્યો છે જેમાં ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જી મહિલા ધારાસભ્યના ગાલ ખેંચતા નજરે પડે છે. લોકેટ ચેટર્જીએ વીડિયો દ્વારા ટીએમસી પર હુમલો કર્યો કે શું આ મહિલા સશક્તિકરણ છે?
વીડિયો શેર કરતી વખતે લોકેટે લખ્યું, ‘ટીએમસી મહિલાઓને સશક્તિકરણ આપી રહી છે? તે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને બાંકુરાના આઉટગોઇંગ ધારાસભ્ય છે જેમને ટિકિટ ન મળતાં નિરાશ થયા હતા. શરમ આવે છે.
TMC empowering women…?
This is TMC MP Kalyan Banerjee and the woman is outgoing Bankura MLA who was miffed for not getting a ticket.
Shame! pic.twitter.com/JUXsZerN6i
— Locket Chatterjee (@me_locket) March 9, 2021
ટિકિટ વહેંચણીમાં મહિલાઓનો દબદબો
વિધાનસભા ચૂંટણી માટે ટીએમસીએ પોતાના ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. આ વખતે ચૂંટણીમાં ટીએમસીએ 50 મહિલા ઉમેદવારોને ટિકિટ આપી છે. બંગાળમાં 294 સીટો પર 27 માર્ચથી 8 તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે.
ભાજપ અને ટીએમસીની લડાઈ
આ વખતે મુખ્ય લડાઈ ટીએમસી અને ભાજપની વચ્ચે છે. બન્ને પક્ષો એક બીજાની વિરુદ્ધ આ દિવસોમાં આક્રમક જોવા મળી રહ્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપ ટીએમસી પર આક્રમક થઈ ગઈ છે. ભાજપનું કહેવું છે કે રેપ, છેડતી જેવી ઘટનાઓમાં ગત 10 વર્ષોમાં જરાય ઘટાડો નથી થયો.
