Not Set/ સોનાની કિંમત 11 મહિનાના નીચલા સ્તરે, 10 ગ્રામે આટલું થયું સસ્તું, શું હજુ ઘટશે ભાવ?

સોનાના ભાવ (Gold Price)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 11 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો છે. સોનું ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 57,000ના ઉચ્ચતર સ્તર (all time high)ને સ્પર્શી ગયું હતું, પરંતુ હાલના સમયમાં સોનું 22 ટકાના ઘટાડાની સાથે 12,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ચૂક્યું છે. એવામાં સવાલ એ […]

Business

સોનાના ભાવ (Gold Price)માં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 11 મહિનાના નીચલા સ્તર પર આવી ગયો છે. સોનું ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં 57,000ના ઉચ્ચતર સ્તર (all time high)ને સ્પર્શી ગયું હતું, પરંતુ હાલના સમયમાં સોનું 22 ટકાના ઘટાડાની સાથે 12,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ ચૂક્યું છે. એવામાં સવાલ એ છે કે સોનાની કિંમત હજુ કેટલી ઘટશે કે હવે તેમાં તેજી જોવા મળશે. એક્સપર્ટ્સનું કહેવું છે કે વૈશ્વિક આર્થિક દૃષ્ટિકોણમાં સુધારના કારણે સોનાની કિંમત ઘટી છે.

એનાલિસ્ટનું માની રહ્યા છે કે હજુ સોનામાં ઘટાડો આવશે. માનવામાં આવી રહ્યું છે કે સોનું 1500 ડૉલર પ્રતિ ઔંસ સુધી ઘટી શકે છે. ત્યારબાદ તેમાં સ્થિરતા જોવા મળશે. એટલે કે આ હિસાબે ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો સોનું 40,000 હજારની નીચે આવી શકે છે.

દુનિયાભરના રોકાણકારો અમેરિકાના બોન્ડમાં ભારે રોકાણ કરે છે. બોન્ડ યીલ્ડ આકર્ષક હોવાના કારણે ગોલ્ડના મોટા રોકાણકારો હવે તેમાં રોકાણ કરી રહ્યા છે. તેથી ઇન્ટરનેશનલ માર્કેટમાં ગોલ્ડમાં રોકાણ ઘટ્યું છે અને તે જ તેની કિંમત ઘટવાનું મોટું કારણ છે. આ ઉપરાંત ડૉલરની મજબૂતીએ પણ ગોલ્ડની માંગ ઘટાડી છે. કારણ કે બીજી કરન્સી ધારકો માટે ડૉલરમાં ગોલ્ડ ખરીદવું મોંઘું પડે છે.

નિષ્ણાંતોના મતે રોકાણકારો માટે સોનામાં રોકાણ કરવાનો સારો સમય છે. ગયા વર્ષે પણ સોનાનું રિટર્ન લગભગ 25 ટકા રહ્યું હતું. જો તમે લોન્ગ ટર્મ માટે રોકાણ કરી રહ્યા છો તો સોનું હજુ પણ રોકાણ માટે ખૂબ જ સુરક્ષિત અને સારો વિકલ્પ છે.