ફાયદાની વાત/ પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ

KVPમાં રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.

Trending Lifestyle Business

દરેક લોકો પોતાના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવિંગ્સ કરતા હોય છે. અને ઘણી એવી બધી સ્કિમો હોય છે, જે તમારા આ સેવિંગ ફંડ પર સારું એવું વ્યાજ અને રિટર્ન આપતા હોય છે. જેના કારણે ભવિષ્યમાં તમારી એ બચત કરેલ રોકેલ મૂડી પર વ્યાજ મળવાના કારણે એ ફંડમાં પણ વધારો મળે છે. ત્યારે આવો જાણીએ એક એવી સ્કિમ વિશે જે તમને તમારી મૂડી પર 6.9% વ્યાજ આપે છે.

કિસાન વિકાસ પત્રમાં મળી રહ્યું છે 6.9% વ્યાજ

6.9% વ્યાજ આપનારી સ્કિમનો લાભ ઉઠાવવા માટે તમે પોસ્ટ ઑફિસની કિસાન વિકાસ પત્ર એટલે કે KVP માં રોકાણ કરી શકો છો.

કિસાન વિકાસ પત્ર (KVP) પોસ્ટ ઓફિસ તરફથી આપવામાં આવતી નાની બચત યોજનાઓમાંથી એક છે. એવા રોકાણકાર જે જોખમથી બચવા ઈચ્છે છે તે આ નાની બચત યોજનાઓમાં રોકાણ કરીને પૈસાને ડબલ કરી શકે છે. આ સ્કીમનો દાવો છે કે તેમાં 10 વર્ષ અને 4 મહિના (124 મહિના) રોકાણ કરવા પર તમારા પૈસા ડબલ થઈ જશે.

પરંતુ જેમ નામ સ્પષ્ટ છે કે આ યોજના કિસાનો માટે છે, છતાં પણ તેમાં કોઈપણ રોકાણ કરી શકે છે. આ યોજના હેઠળ તમે KVP પ્રમાણપત્ર ખરીદવા માટે ઓછામાં ઓછું 1 હજાર રૂપિયાનું રોકાણ કરી શકો છે. તેમાં રોકાણ માત્ર એક હજાર રૂપિયાના ગુણાંકમાં થઈ શકે છે અને રોકાણની કોઈ મર્યાદા નથી. એટલે કે તમે ઈચ્છો એટલા પૈસા રોકી શકો છો. 50,000 રૂપિયાથી વધુના કોઈ પણ રોકાણ માટે તમારે તમારા પાનકાર્ડની માહિતી આપવી પડે છે.

કિસાન વિકાસ પત્રમાં તમે કેવી રીતે રોકાણ કરી શકો છો? 

  • KVPમાં રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
  • કિસાન વિકાસ પત્ર (KVP) બચત સ્કીમમાં અત્યારે 6.9% વ્યાજ આપવામાં આવી રહ્યું છે.
  • રોકાણની મહત્તમ મર્યાદા નથી. જો કે, તમારું મિનિમમ રોકાણ 1,000 રૂપિયા હોવું જોઈએ.
  • રોકાણકારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી આવશ્યક છે. તેમાં સિંગલ અકાઉન્ટ સિવાય જોઇન્ટ અકાઉન્ટની સુવિધા પણ છે.
  • સગીરને પણ આ સ્કીમમાં સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ તે અકાઉન્ટ તેમના માતા-પિતાએ સંભાળવું પડશે.
  • જો તમે તમારું રોકાણ ઉપાડવા માગતા હો તો તમારે ઓછામાં ઓછી 2.5 વર્ષ રાહ જોવી પડશે. તેમાં અઢી વર્ષનો લોક ઇન પિરિઅડ રાખવામાં આવ્યો છે.
  • તેના અંતર્ગત જમા થયેલ રકમ પર આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ છૂટ મળે છે.

આ પણ વાંચો-  દૂધ સાથે જોડાયેલી એવી 10 હકીકતો, જે તમે નહીં જાણતા હોવ

આ પણ વાંચો-  દૂધીના રસમાં આ ચીજ ઉમેરી પીવાથી માથાનો દુખાવો થશે ગાયબ, જાણો અન્ય 9 ફાયદા વિશે

આ પણ વાંચો-  પોસ્ટ ઑફિસની આ સ્કિમ રોકેલા પૈસા ડબલ કરી આપે છે, મળે છે 6.9% વ્યાજ

આ પણ વાંચો-  ચણા-મેથીનું અથાણું આ રીતે બનાવશો તો, નહીં લાગે મેથીમાં કડવાશ