બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતી છે. શ્રદ્ધા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ચાહકોને તેની પ્રોફેશનલ લાઇફ વિશે પણ કહેતી રહે છે. પરંતુ તેણીને તેની પર્સનલ લાઇફ વિશે વધુ વાત કરવાનું પસંદ નથી. શ્રદ્ધા તેના અને રોહન શ્રેષ્ઠના સંબંધો વિશે ક્યારેય ખુલ્લેઆમ વાત કરતી નથી, પરંતુ હવે તે બંને કોઈ પણ ડર વગર સાથે ચાલતા નજરે પડે છે.
રોહન અને શ્રદ્ધા રાત્રે પણ ડિનર ડેટ પર ગયા હતા. જ્યા તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. રોહન શ્રદ્ધાના કઝિન પ્રિયાંક શર્માના લગ્ન માટે માલદીવ પણ ગયો હતો. જ્યાંથી શ્રદ્ધાના પરિવારની એક તસવીર વાયરલ થઈ હતી. આ ફોટામાં રોહન શ્રદ્ધા સાથે પણ જોવા મળ્યો હતો. આ સાથે અભિનેત્રીના જન્મદિવસ પર રોહને માલદીવમાં વિશેષ વ્યવસ્થા પણ કરી હતી.
View this post on Instagram
રણબીર કપૂરને કોરોના પોઝિટિવ આવ્યા બાદ આલિયા ભટ્ટે પણ કરાવ્યો ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ
રોહન જે રીતે શ્રદ્ધાના ફેમિલી ફંક્શનમાં પહોંચ્યો તે રીતે અનુમાન કરવામાં આવી રહ્યું છે કે બંને લગ્નજીવનમાં બંધાઈ શકે છે. શ્રદ્ધાએ જે ફોટો શેર કર્યો તેના પર ફેમિલી લખ્યું અને તે તસવીરમાં રોહન પણ નજર આવી રહ્યો છે. મતલબ અભિનેત્રીએ રોહનને પણ તેના પરિવારનો ભાગ ગણાવ્યો છે.

રોહનના પિતા રાકેશ શ્રેષ્ટાએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે “જ્યાં સુધી મને ખબર છે કે શ્રદ્ધા-રોહન જુના મિત્રો છે.” આ બંને કોલેજના દિવસોથી એક બીજાની સાથે છે. શ્રદ્ધા સિવાય જુહુમાં મારા પુત્રનો બીજો કોઈ મિત્ર નથી. પરંતુ શ્રદ્ધાના ઘણા મિત્રો છે. બંને તેમની પ્રોફેશનલ લાઇફમાં સારુ કરી રહ્યા છે.
શ્રદ્ધા-રોહનના લગ્નને લગતા પ્રશ્નના જવાબમાં રોહનના પિતાએ કહ્યું કે જો બંને એક બીજાને પસંદ કરે અને સાથે રહેવા માંગતા હોય તો તે સારી વાત છે. બંને મેચ્યોર છે અને તેનો નિર્ણય સમજીને લેશે. મને આ સંબંધથી કોઈ વાંધો નથી. જો તે બંને લગ્ન કરવા માંગે છે, તો હું ખુશીથી તેમના માટે બધું કરવા તૈયાર છું.
