Crime/ ઇલેક્ટ્રોથર્મનાં મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ભંડારીની ધરપકડ કરાઈ

ઇલેક્ટ્રોથર્મનાં મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ભંડારીની કરોડોના ઠગાઈ કેસમાં ધરપકડ કરાઈ છે. સાતેજ પોલીસે ફરિયાદના આધારે આરોપી શૈલેષ ભંડારીને ઝડપી પાડયો છે.

Gujarat Others

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

ઇલેક્ટ્રોથર્મનાં મેનેજીંગ ડિરેક્ટર શૈલેષ ભંડારીની કરોડોના ઠગાઈ કેસમાં ધરપકડ કરાઈ છે. સાતેજ પોલીસે ફરિયાદના આધારે આરોપી શૈલેષ ભંડારીને ઝડપી પાડયો છે. આરોપી શૈલેષ ભંડારીના ભાઈ મુકેશ ભંડારી તેના પર આરોપ લગાવ્યો છે કે, મેનેજિંગ ડિરેક્ટર તરીકે તેણે કંપનીમાં 200 કરોડથી વધારે રૂપિયાની ઠગાઈ આચરી છે. સાથે જ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે આરોપી શૈલેષ ભંડારીને પોલીસે ઝડપી પાડયો છે.

Murder: સુરતમાં કૌટુંબિક ઝગડો બન્યો ઘાતકી, બનેવીએ ચપ્પુનાં ઘા ઝીંકી સાળાની કરી હત્યા

ઉલ્લેખનીય છે કે, ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ કંપની માં આરોપી શૈલેષ પટેલ મેનેજિંગ ડિરેક્ટર તરીકે કંપનીના કર્મચારીઓ સાથે મેળાપીપણું રાખી પૂર્વ યોજીત કાવતરું ઘડ્યું હતું. જવા પહેલા કંપનીના નામ પર ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક માં તો કરોડની લોન લીધી હતી અને ત્યારબાદ થોડા સમય બાદ ફરીથી બીજી એક 100 કરોડની બેન્ક લોન લઈને કંપની સાથે 200 કરોડ રૂપિયાની છેતરપિંડી નું કૌભાંડ આચર્યું હતું. કૌભાંડની જાણ થતા આરોપી શૈલેષ ભંડારીના ભાઈ મુકેશ ભંડારીએ તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Gujarat: અમદાવાદનાં નવા મેયર-ડેપ્યુટી મેયરે પોતાના નામની જાહેરાત બાદ જાણો શું આપી પ્રતિક્રિયા?

ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં 200 કરોડ રૂપિયા ની ઠગાઇ નું કૌભાંડ કરનાર શૈલેષ ભંડારી જોડે અન્ય કોણ કોણ સામેલ છે તે જાણવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી શૈલેષ ભંડારીએ કંપનીના બનાવટી દસ્તાવેજો ને સાચા બતાવીને ૨૦૦ કરોડ રૂપિયાની બેંક લોન મેળવી પૂર્વ આયોજિત કૌભાંડને અંજામ આપ્યો હતો. પરંતુ હાલ ફરિયાદના આધારે ઇલેક્ટ્રોથર્મ કંપનીના તત્કાલીન એમડી અને આરોપી શૈલેષ ભંડારી ની ધરપકડ કરીને પોલીસે કૌભાંડના મૂળ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ