કોઇ વ્યક્તિ છોલે ભટૂરે ખાઇને પણ પોપ્યુલર બની શકે અથવા તો ટ્રેન્ડમાં આવી શકે. સવાલનો જવાબ છે હાં, આવુ થયું છે અને તે પણ ઓસ્ટ્રેલિયામાં. ગત વર્ષે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઇ હતી. તે સમયે ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ એન્કરે ભારતમાં ઘણાં ફેન્સ બનાવ્યા. આ એન્કરનું નામ છે ક્લો અમાંડા બેલી.
બેલીના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા એક લાખ થવામાં છે. તેમના નામનો સ્પેલિંગ Chloe હોવાના કારણે આવુ શક્ય બન્યું છે. તમને થતું હશે આવું કેવી રીતે થઇ શકે, તો આવો જાણીએ સમગ્ર હકીકત. બેલીના નામના સ્પેલિંગના કારણે લોકોએ તેમને પૂછ્યું કે શું તે છોલો-ભટૂરે ખાવાનું પસંદ કરશે. ડિસેમ્બર 2020માં તેમણે કહ્યું કે ‘હાં, હું છોલે-ભટૂરે ખાઇશ. હવે જ્યારે તેણે ટ્વિટર પર છોલે-ભટૂરેનો સ્વાદ લીધો તો ટ્વિટર પર બાકાયદા ટ્રેન્ડ ચાલી રહ્યો છે. લોકો ક્લોનો ફોટો શેર કરીને ખુબ મજા લઇ રહ્યા છે.
Iconic (if you know, you know) pic.twitter.com/3EO4TkBVjw
— Chloe-Amanda Bailey (@ChloeAmandaB) March 12, 2021
ક્લોની ટ્વિટથી ધડાધડ બનવા લાગ્યા મીમ્સ
શુક્રવારે ક્લોએ એક ફોટો ટ્વીટ કર્યો જેમાં ટેબલ પર છોલે-ભટૂરેની એક પ્લેટ રાખવામાં આવી હતી. કેપ્શનમાં લખ્યું છે કે આઇકોનિક. ત્યારબાદ તો જાણે કે છોલે અને ક્લો સાથે જોડાયેલા મીમ્સનો વરસાદ વરસવા લાગ્યો. થોડાક જ સમયમાં છોલે અને ક્લો બન્ને ટ્રેન્ડ કરવા લાગ્યા. ગત મહિને જ ક્લોએ જણાવ્યું હતું કે છોલે-ભટૂરે તેમની પસંદગીની ડિશ છે.
ક્લો ક્યારેય ભારત આવી નથી પરંતુ ભારતીય ફિલ્મોના મીમ્સ શેર કરતી રહે છે, રોમન હિન્દીમાં જવાબ આપે છે. ગયા મહિને તો યૂઝર્સે તેમને ભાભી કહેવાનું શરુ કરી દીધું હતું. ક્લો સિડીનીમાં રહે છે અને પોતાના પૉડકાસ્ટ The Chloe Bailey Show માટે ખાસ્સી જાણીતી છે.
