Not Set/ પાકિસ્તાનનો નવો પેંતરો, નોટામ અને નેવલ ચેતવણી જારી કરી, જાણો શું છે આ ?

પોતાનાં છોકરાને જોરશોરથી ઘમકાવી બાજુવાળાનાં છોકરાવને ડરાવવાની પ્રચલિત રીત પાકિસ્તાન દ્વારા આજમાવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. દુનિયાભરમાં ઘમપછાડા કરી લીધા અને ક્યાંય પણ ઉપજ્યું નહી એટલે પાકિસ્તાને નવો પેંતરો અજમાવ્યા છે. પાકિસ્તાન દ્વારા NOTAM નોટીશ ટુ એરમેન અને નેવલ વોર્નીંગ ઇસ્યુ કરી છે. નોટામ અને નેવલ ચેતવણી કે નોટીસ સામાન્ય તા, ત્યારે […]

Top Stories World

પોતાનાં છોકરાને જોરશોરથી ઘમકાવી બાજુવાળાનાં છોકરાવને ડરાવવાની પ્રચલિત રીત પાકિસ્તાન દ્વારા આજમાવવામાં આવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. દુનિયાભરમાં ઘમપછાડા કરી લીધા અને ક્યાંય પણ ઉપજ્યું નહી એટલે પાકિસ્તાને નવો પેંતરો અજમાવ્યા છે. પાકિસ્તાન દ્વારા NOTAM નોટીશ ટુ એરમેન અને નેવલ વોર્નીંગ ઇસ્યુ કરી છે.

નોટામ અને નેવલ ચેતવણી કે નોટીસ સામાન્ય તા, ત્યારે જ ઇસ્યુ કરવામાં આવતી હોય છે, જ્યારે કોઇ દેશ મિસાઇલનું પરિક્ષણ કરતો હોય. અને પાકિસ્તાન દ્વારા આ નોટીસમાં નોટીફાઇડ આરીયા તરીકે પાકિસ્તાનનાં કરાચી નજીક આવેલા સોનમિયાની ફ્લાઇટ ટેસ્ટ રેંજથીને દર્શાવવામાં આવ્યો છે.

આમ પાકિસ્તાનની કારી ક્યાંય નથી ફાવી ત્યારે વારંવાર અણું યુદ્ધની ધમકીઓ આપતા પાકિસ્તાન દ્વારા આવી ચેતવણી જારી કરી ભારતને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની પ્રતિતિ થઇ રહી છે. અને કદાચ પાકિસ્તાન કોઇ મિસાઇલ ટેસ્ટ કરીને તે પણ બતાવવા માંગતું હોય કે અમારી પાસે પણ મિસાઇલ અને અણું બોમ્બ છે. તો ભારતે આ બધા પરિક્ષણો પહેલા જ કરી રાખ્યા છે, તે પાકિસ્તાને ભૂલવું ન જોઇએ. અને તે પણ ભૂલવું ન જોઇએ કે હવે ભારત પૂર્વ સમયની માફક કોઇ કરાર કરી કબજે કરેલી જમીન પાછી આતંકવાદનાં ઉછેર માટે સોંપે તેવો નબળો કે શરમાળ દેશ પણ રહ્યો નથી

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.