Not Set/ પૂર્વપ્રધાનમંત્રીના ઠેકાણાંઓ પર છાપેમારી, કેશ અને જવેલરીથી ભરેલા 284 બોક્સ સીઝ  

મલેશિયા, નજીબ રજાક પર વર્ષ 2015 માં સરકારી ખાતોથી અરબો રૂપિયા હેરાફેરી કરવાનો આરોપ છે.  જેમ કે નજીબ રજાક આ આરોપોનું ખંડન કર્યું હતું.  મલેશિયાના પીએમ અને તેમના પત્ની પર દેશ છોડીને બહાર જવાનો પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી નજીબ રાજાકની મુશ્કેલીઓ વધતી જ જાય છે. તેમના વિરુદ્ધ સરકારી રાજસ્વમાં ભ્રષ્ટાચારની તપાસ […]

World

મલેશિયા,

નજીબ રજાક પર વર્ષ 2015 માં સરકારી ખાતોથી અરબો રૂપિયા હેરાફેરી કરવાનો આરોપ છે.  જેમ કે નજીબ રજાક આ આરોપોનું ખંડન કર્યું હતું.  મલેશિયાના પીએમ અને તેમના પત્ની પર દેશ છોડીને બહાર જવાનો પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

મલેશિયાના પૂર્વ પ્રધાનમંત્રી નજીબ રાજાકની મુશ્કેલીઓ વધતી જ જાય છે. તેમના વિરુદ્ધ સરકારી રાજસ્વમાં ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં વિશેષ સમિતિની રચના પણ કરવામાં આવી છે. પોલીસે આ તપાસમાં પૂર્વ પીએમ રજાકના ઘણા ઠેકાણાઓ પર તાબડતોડ છાપેમારી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ છાપેમારી લગભગ સાત કલાક સુધી ચાલી હતી. કુઆલાલમ્પુરમાં તપાસ ટીમે તેમના પરિવારની ઘણી સંપતીઓને પણ ફંફોળી હતી.

રોયટર્સના જણાવ્યા મુજબ, મલેશિયા પોલીસે આ છાપેમારી દરમિયાન 284 ડીઝાઇનની હેન્ડબેગ, રોકડ રકમ અને જવેલરી સમેત કિંમતી ઘડિયાળોના ભરેલા ડઝનેક બેગ જપ્ત કર્યા હતા. ઝાંચ ટીમના અધિકારી અમર સિંહે સંવાદાતાઓ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે જપ્ત કરેલા સામાનની કિંમત કેટલી છે તેનો અંદાજો હવે લગાવવામાં આવશે. પોલીસ આ સામાનોને એન્ટી મની લોન્ડરિંગ અને એન્ટી ટેરીરીઝમ ફાઇનાન્સિનગ સાથે પણ જોડીને જોવામાં આવશે.