કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને અચાનક એક વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો જ્યારે વાયનાડની મુલાકાત દરમિયાન એક યુવકે તેમણે કિસ કરી હતી.
રાહુલ વાયનાડના પ્રવાસે ગયા હતા ત્યારે તેઓ કારમાં બેસીને જ લોકોને મળી રહ્યાં હતા. ત્યારે એક યુવકે રાહુલ ગાંધીને કિસ કરી હતી આ વિડીયો ANI દ્વારા શેર કરવામાં આવ્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
જો કે એક સમયે રાહુલ ગાંધી આ વિચિત્ર ઘટનાથી ચોંકી ગયા હતા, પરંતુ તેમ છતાં તેઓ આ ઘટનાને સહન કૃ ગયા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે રાહુલ ગાંધી કારમાં પેસેન્જર સીટ પર બેઠા છે અને બહાર ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકારી રહ્યાં છે.રાહુલ લોકો સાથે હાથ પણ મિલાવી રહ્યાં છે કે ત્યારે જ એક યુવક આવે છે અને પહેલા હાથ મિલાવે છે અને પછી રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરે છે. પછી કોઈએ આ યુવાનને પાછળ ખેંચ્યો હતો.
#WATCH A man kisses Congress MP Rahul Gandhi during his visit to Wayanad in Kerala. pic.twitter.com/9WQxWQrjV8
— ANI (@ANI) August 28, 2019
આ ઘટના બાદ પણ રાહુલ ગાંધી લોકો સાથે હસતાં અને હાથ મિલાવતા જોવા મળે છે.
જો કે, આ પહેલીવાર નથી જ્યારે જનતાએ રાહુલ ગાંધી પ્રત્યે આવો પ્રેમ વ્યક્ત કર્યો છે. આ પહેલા 14 ફેબ્રુઆરીએ, ગુજરાતમાં એક બેઠક દરમિયાન, એક મહિલાએ રાહુલ ગાંધીના ગાલ પર કિસ કરી હતી. એટલું જ નહીં, 2014 માં જ્યારે રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળના પ્રવાસે હતા ત્યારે એક યુવકે મીઠાઇની દુકાનની બહાર કિસ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
