મુલાકાત/ હીરાબાને મળ્યો સિંગર જુબિન નૌટિયાલ, આશીર્વાદ લઇ કહ્યું – હવે ખબર પડી કે વડાપ્રધાન કેમ…

બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલના ચાહકોનું લીસ્ટ ધીરે ધીરે વધી રહ્યું છે. જુબિનનું દરેક નવું ગીત આજકાલ ચાહકોના દિલો પર રાજ કરી રહ્યું છે.

Ahmedabad Gujarat

બોલિવૂડ સિંગર જુબિન નૌટિયાલના ચાહકોનું લીસ્ટ ધીરે ધીરે વધી રહ્યું છે. જુબિનનું દરેક નવું ગીત આજકાલ ચાહકોના દિલો પર રાજ કરી રહ્યું છે. ઉત્તરાખંડથી આવતા નાબાય ગાયક તાજેતરમાં ગાંધી આશ્રમથી શરૂ થયેલા આઝાદી કા અમૃત મહોત્સવમાં પરફોર્મન્સ કરવા પહોંચ્યો હતો. અહીં પહોંચ્યા બાદ જુબિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાને મળ્યો અને તેમના આશીર્વાદ લીધા છે.

દેશને મળેલી આઝાદીને ટૂંક સમયમાં 75 વર્ષ પૂર્ણ થવા જઇ રહી છે અને આ પ્રસંગે અમદાવાદના ગાંધી આશ્રમમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ યોજાયો હતો, જેમાં જુબિને ભાગ લીધો હતો.

આ પણ વાંચો :  રાજયમાં ગરમીએ ઉંચક્યું માથુ, 4 શહેરોમાં તાપમાન 35 ડિગ્રી પાર

જુબિન નૌટિયલે પ્રશંસકો સમક્ષ પીએમ મોદીની માતાની મુલાકાતની વિશેષ ઝલક રજૂ કરી છે. સિંગરે પીએમની માતાનો ફોટો ફેસબુક પર શેર કર્યો છે. આ સાથે જ પીએમ મોદીની પ્રશંસા કરતા સિંગરે લખ્યું કે હવે મને ખબર પડી ગઈ છે કે વડા પ્રધાન આટલા વિનમ્ર અને જીવન સાથે કેમ જોડાયેલા છે. આ વાત તેણે તેની માતા પાસેથી શીખી છે.

https://www.facebook.com/JubinNautiyalOfficial/posts/285785479582381

કાર્યક્રમ પછી બોલિવૂડ સિંગરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તે પંકજ મોદી સાથે તેમના ઘરે પહોંચ્યા હતા. જ્યાં પીએમ મોદીના 95 વર્ષીય માતા હીરાબેન રહે છે. સિંગરે પીએમ મોદીના માતા સાથે વાતચીત કરી હતી. તેના પછી તેમની સાથે ફોટો પણ લીધા હતા.

આ પણ વાંચો : માતા-પિતાએ જ પોતાની 1 મહિનાની માસૂમ દીકરીને ઉતારી મોતને ઘાટ, આ છે કારણ

જણાવી દઈએ કે 2022માં દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થઈ જશે. તેની સાથે જ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નમક સત્યાગ્રહને 91 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. જેના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમથી અમૃત મહોત્સવની શરૂઆત કરતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

12 માર્ચે દેશની આઝાદી માટે કાઢવામાં આવેલી દાંડી માર્ચ એટલે કે નમક સત્યાગ્રહના 91 વર્ષ પૂર્ણ થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધી આશ્રમથી દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. આ યાત્રા 6 એપ્રિલે દાંડી પહોંચશે. આ દરમિયાન દાંડી માર્ચ સુધીની યાત્રામાં બીજેપી અને કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા કેટલાક મંત્રી અલગ અલગ દિવસે ત્યાં પહોંચશે અને આ માર્ચમાં ભાગ લેશે.

આ પણ વાંચો : પાલિકા-પંચાયતનાં પ્રમુખોની થશે નિયુક્તિ, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે પૂર્ણ કરી કવાયત