સૈન્યિ બળવા બાદ વિરોધ પ્રદર્શન જોઈ રહેલા મ્યાંમારમાં તાજેતરમાં થયેલી હિંસામાં ઓછામાં ઓછા 51 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ છે, મ્યાંમારમાં બળવા બાદથી જ બેકાબુ થઇ રહેલ સ્થિતિ રવિવારે યંગૂન વિસ્તારમાં વિરોધ કરનારાઓ દ્વાર એક ચાઇનીઝ ફેક્ટરીને આગ ચાંપી દીધા બાદ વધુ ખરાબ થઇ ગઈ. આ પછી, મ્યાંમાર સેનાએ જાહેરમાં ગોળીબાર કર્યો, જેમાં 51 વિરોધીઓ માર્યા ગયા. છેલ્લા 6 અઠવાડિયામાં આ અત્યાર સુધીની સૌથી ખતરનાક એક્શન રહ્યું છે. એક હિમાયત જૂથે કહ્યું હતું કે, મ્યાંમારના મુખ્ય શહેર ઉપનગરોમાં ચાઇના દ્વારા ભંડોળ મેળવનાર કારખાનાઓને બળવો વિરોધી પ્રદર્શનકારો દ્વારા નાશ કરવામાં આવ્યા હતા.

રવિવારના ગોળીબારમાં માર્યા ગયા 51 લોકો
યંગૂનના ફાયરિંગમાં 51 લોકોનાં મોત નીપજ્યાં, તેથી રવિવારે જુદા જુદા શહેરોમાં 12 લોકોએ જીવ ગુમાવ્યો. મ્યાંમારની એક સંસ્થાના જણાવ્યા અનુસાર, આ પ્રદર્શનમાં અત્યાર સુધી માર્યા ગયેલા લોકોની સંખ્યા 125 ની આંકડો વટાવી ગઈ છે. નિષ્ણાંતોના મતે, મ્યાંમામાં વિરોધ પ્રદર્શન કરનારાઓની મૃત્યુની સંખ્યા વધી શકે છે, કારણ કે હજી પણ એવી ઘણી જગ્યાઓ છે કે જ્યાં લાશો પડેલી છે.

રાજકીય કેદીઓ માટેની સહાયતા સંગઠને કહ્યું કે આંગ સાન સુ ચીની વિરુદ્ધ 1 ફેબ્રુઆરીના રોજ થયેલા બળવો પછી તેને સૌથી મોટી રક્તબાજી કહી શકાય. અહેવાલો અનુસાર, સુરક્ષા દળોએ યંગૂનના હેલિંગ થેર વિસ્તારમાં વિરોધ કરી રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. ત્યાં પ્રદર્શન કરી રહેલા લોકો લાકડીઓ અને છરીઓનો પણ ઉપયોગ કરતા જોવા મળ્યા. લશ્કરી અધિકારીઓએ આ વિસ્તારમાં લશ્કરી કાયદાની જાહેરાત કરી છે. વિરોધ કરનારાઓનું માનવું છે કે ચીન મ્યાંમારની જંટા સેનાને સમર્થન આપી રહ્યું છે. નોંધપાત્ર વાત એ છે કે, સર્વોચ્ચ નેતા આંગ સાન સુ ચી સહિતના ઘણા નેતાઓની ધરપકડ કર્યા બાદ સેનાએ સત્તા સંભાળી હતી.
