પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોય એવા કિસ્સા તો ઘણાં સાંભળ્યા હશે પરંતુ છુટાછેડાની જીદમાં એક વ્યક્તિ છેલ્લી પાટલીએ જઇ બેઠો છે. આ કિસ્સો છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાનો. એક વિકૃત માનસિકતા ધરાવતા પતિને તેની પત્નીને છુટાછેડા (ડાયવોર્સ) આપવાનું ભુત સવાર એટલી હદે સવાર થઇ ગયું કે તેણે પોતાની પત્નીના ફોટાવાળા પોસ્ટર જાહેર સ્થળો પર લગાવી દીધા. એટલું જ નહીં, તેની પર મોબાઇલ નંબર લખીને વોન્ટેડ લખાવી દીધું અને લોકોને સંપર્ક કરવાની અપીલ કરી.

કિસ્સો બુલઢાણાના ચિખલી તાલુકાનો છે. પતિએ પત્નીના પોસ્ટર જાહેર સ્થળોની સાથે શૌચાલયમાં પણ લગાવી દીધા. એટલું જ નહીં પતિ તેની પત્નીને ધમકી આપી રહ્યો છે કે જો તેને છુટાછેડા નહીં મળે તો તેની મા અને ભાઇના ફોટો પણ જાહેર સ્થળોએ લગાવી દેશે. આ ઘટના પછી પીડિતાના ભાઇ અને પરિજનોએ જ્યાં પોસ્ટર લગાવ્યા હતા તે બધા કાઢી નાંખ્યા.
આ વિકૃત વિચારસરણી ધરાવતા વ્યક્તિનું નામ સમાધાન રામદાસ નિકાલજે છે અને નીમાગામ ગુરુ, તાલુકા દેવલગાંવ રાજામાં રહે છે. જેના લગ્ન અંચરવાડીની રહેવાસી યુવતી સાથે થયા હતા. પતિ-પત્ની વચ્ચે અવારનવાર શંકાના આધારે ઝઘડા થતા હતા. સમાધાન પત્નીને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરતો હતો. જેના કારણે તેની પત્ની દિવાળી પછી તેના પિયરમાં રહેતી હતી. પીડિતાના ભાઇએ જીજાની આ હરકતની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે.
