Cricket/ કોહલીની તોફાની બેટિંગ જોઇ સેહવાગથી ન રહેવાયુ, કરી દીધુ આ ટ્વીટ

મંગળવારે રમાયેલી ટી-20 સીરીઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાને 8 વિકેટ હરાવી સીરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી છે.

Sports

મંગળવારે રમાયેલી ટી-20 સીરીઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડની ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટીમ ઈન્ડિયાને 8 વિકેટ હરાવી સીરીઝમાં 2-1 ની લીડ મેળવી લીધી છે. બીજી ટી-20 મેચમાં તોફાની બેટિંગ કરનાર ઈશાન કિશનનું બેટ આ મેચમાં કઇ ખાસ કરી શક્યુ નહોતુ. ઉપરાંત કે.એલ.રાહુલનું બેટ સતત ત્રીજી ટી-20 મેચમાં શાંત રહ્યુ હતુ. બીજી તરફ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 77 રનની તોફાની ઈનિંગ રમી ટીમનાં સ્કોરને 156 સુધી પહોંચાડ્યો હતો. જેના પર હવે વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ કરી કોહલીનાં વખાણ કર્યા છે.

ગુજરાત / અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ, શહેરનાં આ વિસ્તારમાં 56 ઘરો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા

ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર સાબિત કર્યું કે શા માટે તેને ત્રણેય ફોર્મેટ્સનો સર્વશ્રેષ્ઠ ખેલાડી કહેવામાં આવે છે. મંગળવારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ત્રીજી ટી-20 મેચમાં વિરાટ કોહલીએ 77 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ટી-20 સીરીઝની આ તેની બીજી અડધી સદી છે. વિરાટે 46 બોલમાં 77 રન ફટકાર્યા હતા. જેને લઇને ટીમ ઈન્ડિયાનાં પૂર્વ તોફાની બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગે ટ્વીટ મારફતે કોહલીનાં વખાણ કર્યા છે. સહેવાગે ટ્વીટમાં વિરાટ કોહલીને બબ્બર સિંહ ગણાવ્યો હતો. સિંહનો ફોટો શેર કરતા સહેવાગે ટ્વીટ કર્યું – ગરજા રે ગરજા સિંહ ગરજા. સેહવાગ ઉપરાંત દિનેશ કાર્તિકે પણ વિરાટનાં વખાણ કર્યા હતા.

દિનેશ કાર્તિકે ટ્વિટ કર્યું – વિરાટ કોહલીએ કોરોલાની જેમ શરૂઆત કરી, પરંતુ ફેરારીની જેમ ઈનિંગ્સ પૂરી કરી. આપને જણાવી દઇએ કે, છેલ્લી 5 ઓવરમાં વિરાટ કોહલીએ મહત્તમ રન બનાવવાની યાદીમાં બીજા સ્થાને પ્રવેશ કર્યો છે. યુવરાજનાં નામે છેલ્લી 5 ઓવરમાં સૌથી વધુ 58 રન બનાવવાનો રેકોર્ડ છે. વિરાટે પણ 2016 માં છેલ્લી 5 ઓવરમાં 20 બોલમાં 49 રન બનાવ્યા હતા. પરંતુ આ વખતે તેણે 17 બોલમાં 49 રન બનાવ્યા છે. આપને જાણીને નવાઇ લાગશે પણ આ સીરીઝમાં જે ટીમ ટોસ જીતી છે તેણે મેચ જીતી છે.

હત્યા કે આત્મહત્યા? / BJP સાંસદનું શંકાસ્પદ મોત, પંખે લટકતી હાલતમાં મળ્યો શવ

ઉલ્લેખનીય છે કે, ઈંગ્લેન્ડ તરફથી વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર 52 બોલમાં 83 રને અણનમ રહ્યો હતો. તેના સિવાય જોની બેયરસ્ટોએ પણ 28 બોલમાં 40 રનની અણનમ ઈનિંગ રમી હતી. બંને ખેલાડીઓએ 77 રનની ભાગીદારી કરી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ