બિઝનેસ/ 1 એપ્રિલથી નહીં ચાલે આ આઠ બેન્કની ચેકબૂક અને પાસબૂક, જાણો શું છે કારણ…

1 એપ્રિલ 2021થી આઠ બેન્કની ચેકબુક, પાસ બૂક અને ભારતીય ઇન્ડિયન ફાયનેન્સિલ સેવા કોડ ((IFSC) અમાન્ય જાહેર કરવામાં આવશે. 1 એપ્રિલથી તમારી ચેક બૂકનો હવે કોઈ ઉપયોગ થશે નહીં. જો તમે કોઈને આ બેંકોનો ચેક આપ્યો છે, તો તે ક્લિયર થશે નહીં. આવી સ્થિતિમાં જો તમારું પણ આ બેન્કમાં ખાતું છે, તો ઝડપથી નવી ચેક […]

Business

1 એપ્રિલ 2021થી આઠ બેન્કની ચેકબુક, પાસ બૂક અને ભારતીય ઇન્ડિયન ફાયનેન્સિલ સેવા કોડ ((IFSC) અમાન્ય જાહેર કરવામાં આવશે. 1 એપ્રિલથી તમારી ચેક બૂકનો હવે કોઈ ઉપયોગ થશે નહીં. જો તમે કોઈને આ બેંકોનો ચેક આપ્યો છે, તો તે ક્લિયર થશે નહીં. આવી સ્થિતિમાં જો તમારું પણ આ બેન્કમાં ખાતું છે, તો ઝડપથી નવી ચેક બૂક કરાવી લો. આ આઠ બેન્કો એક સાથે મર્જર થઈ ગઈ છે. એક સાથે બેન્કના મર્જરને કારણે એકાઉન્ટ ધારકોનો આઈએફએસસી કોડ એમઆઇસીઆર કોડ બદલાયો છે. તેથી આ બેન્કની ચેકબૂક અમાન્ય થઈ જશે. તેથી આ તમામ બેન્કોના ગ્રાહકોને તેમની નજીકની શાખાની મુલાકાત લઇને તાત્કાલિક નવી ચેકબૂક મેળવવાની સલાહ આપવામાં આવી રહી છે.

Want a new chequebook? Here is how to get it without visiting your bank | Zee Business

કેન્દ્ર સરકારે આ બેન્કને મર્જ કરી દીધી છે. આ બેન્કનું મર્જર બેન્કો પર એનપીએ વધવાના કારણે થયું છે. પરંતુ મર્જર થયા બાદ આ બેન્કની પાસબુક, આઈએફએસસી કોડ બદલાશે. સિન્ડિકેટ બેન્ક અને કેનરા બેન્કના મામલે થોડી રાહત છે. 30 જૂન સુધી સિન્ડિકેટ બેન્કની ચેકબૂક માન્ય રહેશે. તે પછી નવી ચેક બૂક લેવી પડશે.

1 એપ્રિલથી કઈ બેન્કોની ચેક બૂક બદલાશે?
દેના બેન્ક, વિજયા બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, યુનાઇટેડ બેન્ક ઓફ ઇન્ડિયા, સિન્ડિકેટ બેન્ક, આંધ્ર બેંક, કોર્પોરેશન બેન્ક અને અલાહાબાદ બેન્ક. આ બેન્કની જૂની ચેકબૂક કામ કરશે નહીં. મર્જર પછી હવે આ બેન્કોની ચેકબૂક 31 માર્ચ પછી ચાલશે નહીં.

PNB fraud: Assocham urges govt to cut stake in PSBs to below 50%

આ બેન્ક થઇ મર્જ
1- દેના બેન્ક અને વિજયા બેન્કને બેન્ક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી છે.
2- ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યુનાઈટેડ બેન્ક ઓફ ઇન્ડિયાનું મર્જર પંજાબ નેશનલ બેન્કમાં કરવામાં આવ્યું છે.
3-સિન્ડિકેટ બેન્કને કેનરા બેન્કમાં મર્જ કરવામાં આવી છે.
4- આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું યુનિયન બેન્કમાં મર્જ કરવામાં આવ્યું છે.
5-અલ્હાબાદ બેન્કનું ભારતીય બેન્કમાં મર્જ થયું છે.