Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાએ તોડ્યો રેકોર્ડ, નવા 23,179 કેસ, 2021માં એક દિવસમાં સૌથી વધુ કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. દરરોજ આ ચાઇનીઝ વાયરસ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે રાજ્યમાં ચાલુ વર્ષના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23,179 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કુલ 84 લોકોના મોત થયા છે.  આજે 9,138 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટ […]

Top Stories India

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર સૌથી વધુ જોવા મળી રહ્યું છે. દરરોજ આ ચાઇનીઝ વાયરસ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. આજે રાજ્યમાં ચાલુ વર્ષના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 23,179 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. કુલ 84 લોકોના મોત થયા છે.  આજે 9,138 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં રિકવરી રેટ 91.26 ટકા છે. હાલ 6,71,620 લોકો હોમ ક્વોરન્ટીનમાં છે. 6,738 લોકો ઇન્સ્ટિટ્યૂશન ક્વોરન્ટિનમાં છે. રાજ્યમાં એક્ટિવ કેસોની કુલ સંખ્યા 1,52,760 છે.

અન્ય રાજ્યોમાં કેસો

ગુજરાતમાં પણ કોરોના સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે. આજે કુલ 1112 કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 264, સૂરતમાં 315, વડોદરામાં 97 અને કુલ રાજકોટમાં 88 કેસો નોંધાયા છે.

દિલ્હીમાં કોરોનાના કુલ 536 કેસ, 3 લોકોના મોત

દિલ્હીમાં પણ કોવિડની સ્થિતિ ગંભીર બની રહી છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 536 નવા કેસ સામે આવ્યા છે. જેમાં કુલ 3 લોકોના મોત થયા છે. આજે એટલે કે બુધવારે 1 જાન્યુઆરી પછી સૌથી વધુ કેસો નોંધાયા છે. એક્ટિવ કેસ વધીને 2702 સુધી પહોંચી ગયા છે. હાલ હોમ આઇસોલેશનમાં 1438 દર્દીઓની સારવાર ચાલી રહી છે. દિલ્હીમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 10,948 લોકોના મોત થયા છે.