એપલ મેકબૂક હવે ભારતમાં ખૂબ સસ્તી થઈ ગઈ છે. ઇન્ટેલ સંચાલિત મેકબૂક પ્રો (Apple Macbook Pro)ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે, અને હવે તે ફક્ત 99,990 રૂપિયામાં ખરીદી શકો છે. આ કિંમત એમેઝોન પર બતાવવામાં આવી છે. એટલે કે તેની મૂળ કિંમતથી 18,000 રૂપિયા જેટલી ઓછી થઈ છે. એપલે ગયા વર્ષે ઇન-હાઉઝ M1 ચિપ પર માઇક્રેટ કર્યું હતું.
13 ઇંચનું મેકબૂક પ્રો 99,990 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. એમેઝોન તેના 256 જીબી મોડલ પર 18,000 રૂપિયાની એક્સચેન્જ ઓફર આપી રહી છે.

વાયરલેસ ચાર્જિંગ સાથે આવશે Oneplus 9 Pro,આ મહિનામાં થશે લોન્ચ, જાણો કિંમત
512 જીબી સ્ટોરેજ મોડલને એમેઝોન પર 1,41,719 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. આના પર 1,200 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. બીજી તરફ એમ 1 પાવર્ડ મેકબૂક પ્રો 512 એસએસડી સ્ટોરેજને એમેઝોન પર 1,42,900 રૂપિયામાં અને 256 જીબી વેરિઅન્ટ્સને 1,22,900 રૂપિયામાં ઉપલબ્ધ કરાવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત એપલની એમ 1 ચિપથી સજ્જ મેકબૂક એરને 92,900 રૂપિયામાં ખરીદી શકાય છે.
આ કંપની 10 હજાર કર્મચારીઓની કરશે છટણી, જાણો શા માટે?
સસ્તામાં આઇફોન ખરીદવાની છૂટ
આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે મેકબૂકની કિંમતમાં ઘટાડો એ એપલ ડેઝ સેલનો એક ભાગ છે. એપલના સેલ દરમિયાન આઇફોન 12 મીની, ગ્રાહકોને એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ હેઠળ ખરીદવા પર 6,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવશે.
