વનપ્લસ તેની નવી ફ્લેગશિપ સીરિઝ વનપ્લસ 9 સીરિઝ લઇને આવી રહ્યું છે. આ ફોન આ મહિને લોન્ચ થઇ રહ્યો છે. અહેવાલો અનુસાર કંપની વનપ્લસ 9 પ્રો 23 માર્ચે લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.
હવે એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વનપ્લસ 9 પ્રો 50 ડબલ્યુ વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવશે. ગિજચાઇના અનુસાર, વનપ્લસ 9 સીરિઝની ટોપ-ઓફ-ધ-લાઇન ફ્લેગશિપ 50 વોટ વાયરલેસ ચાર્જિંગને ટેકો આપશે.

આ 30 વોટ વાયરલેસ ચાર્જિગ પર એક મહત્વપૂર્ણ અપગ્રેડ છે. જે વનપ્લસ 8 પ્રો પર પહેલેથી જ આપેલું છે. તેમા 30 ડબલ્યુ વાયરલેસ ચાર્જિંગ અપગ્રેડ છે. કંપની નવું વાયરલેસ પાવર એડોપ્ટર પણ લોન્ચ કરશે.
સેમસંગના ફોનમાં એવું શું છે ખાસ કે iPhone 12ને પાછળ છોડીને આ મામલામાં રહ્યો ટોપ પર…
આવનારી સીરિઝમાં વનપ્લસ 9 અને 9 પ્રો સામેલ હશે, હેંમેશા જેમ તે એક બજેટ વેરિએન્ટ હશે અને તે કદાચ વનપ્લસ 9 લાઇટ પણ હશે.

વનપ્લસ 9 લાઇટ તાજેતરમાં લોન્ચ થયેલા વનપ્લસ 8 ટી જેવો જ હશે. તેમાં 90 હર્ટ્ઝ અથવા 120 હર્ટ્ઝ એમોલેડ ડિસ્પ્લે હોઈ શકે છે, અને વનપ્લસ 8 ટી જેવું જ ક્વાડ-કેમેરો સેટઅપ છે. એન્ડ્રોઇડ સેન્ટ્રલના રિપોર્ટ અનુસાર, તેને સુપર-ફાસ્ટ 65 ડબલ્યુ રેપ ચાર્જ સપોર્ટ પણ મળશે.
