રાજસ્થાનની રાજધાની જયપુરમાં દિન પ્રતિદિનની ઘટના પ્રકાશમાં આવી છે. એક નર્સિંગ વર્કર કર્મચારી દ્વારા ખાનગી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ થયેલી મહિલા દર્દી સાથે બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓપરેશન બાદ મહિલા દર્દીના મોં પર ઓક્સિજન લાગાવ્યા બાદ બંને હાથ બાંધેલા હતા ત્યારે નર્સિંગ વર્કરે આ ઘટનાને અંજામ આપ્યો હતો.
મીડિયા રિપોર્ટ અનુસાર, આઇસીયુમાં આવ્યા પછી, નર્સિંગ વર્કરે પહેલા મહિલાની તપાસ કરતા જોયું કે તે હોશમાં છે કે નહીં અને ફરી અશ્લીલ કાર્ય કરવા લાગ્યો. નર્સિંગ કર્મીની આવી હરકતને કારણે દર્દી રાતભર રડતી રહી. સવાર થવા પર જ્યા મહિલાએ આ તમામ ઘટના વિશે હોસ્પિટલના નર્સને બતાવી તો તેને ચૂપ કરી દીધી.

પતિ હોસ્પિટલ પહોંચ્યા બાદ થયો ખુલાસો
બાદમાં જ્યારે મહિલા દર્દીનો પતિ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે આખી ઘટના લખીને પતિને કહી દીધી. ત્યારબાદ આ મામલો પ્રકાશમાં આવ્યો. આ ઘટના અંગે મીડિયા સાથે વાત કરતાં મહિલાના પતિએ જણાવ્યું હતું કે સોમવારે તેની પત્નીની તબિયત લથડતાં તેને શહેરની શેલ્બી હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં ડૉક્ટરોએ જણાવ્યું હતું કે, સાંજ સુધીમાં મહિલાનું ઓપરેશન કરાશે. રાત્રે આઠ વાગ્યે આઇસીયુમાં લઇ ગયા પછી, ડૉકટરોએ કહ્યું કે તેઓ અંદર જઇ શકતા નથી. બાદમાં તે ઘરે ગયો. મહિલાએ રાત્રે ઓપરેશન કરાવ્યું હતું. જ્યારે તે સવારે ફરીથી હોસ્પિટલમાં પાછો આવ્યો ત્યારે મહિલાએ તેની સાથે થયેલી ઘટના વિશે લખ્યું કારણ કે તે ઓક્સિજનને કારણે બોલી શકતી નહોતી.
મુખ્ય આરોપી ઝડપાયો
આ ઘટનાની તપાસ કરી રહેલા ડીસીપીએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યા બાદ પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, સીટીવીના આધારે આરોપીની ઓળખ કરી હતી અને આ કેસની તપાસ પણ શરૂ કરી હતી.
પોલીસે જણાવ્યું કે આરોપી આગ્રા રોડ પર રહેતો હતો. લોકેશનના આધારે પોલીસે તેને પકડ્યો છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે આઈસીયુમાં રુમ છે, એક મહિલા નર્સ હતી અને બીજો મુખ્ય આરોપી ખુશીરામ હતો. પોલીસે કહ્યું કે આમાં અન્ય લોકોની ભૂમિકાની તપાસ માટે સીસીટીવી ફુટેજની તપાસ કરવામાં આવી રહી છે.
