હનીટ્રેપ/ વેપારીઓને હનીટ્રેપમાં ફસાવતી ગેંગ સામે વધુ એક ફરિયાદ, પૂર્વ પોલીસકર્મી પણ ગેંગમાં સામેલ

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ અમદાવાદનાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે..જેમાં ઓગસ્ટ 2020માં ફેસબુક પર રાધિકા મોદી નામનાં એકાઉન્ટથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા બોલાવી પોતાનાં સંબંધી એ વિસ્તારમાં રહે છે તેવુ કહીને ગેસ્ટ હાઉસ લઈ ગઈ જ્યા વેપારીનુ આઈડી લઈને […]

Ahmedabad Gujarat

ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યુઝ, અમદાવાદ

અમદાવાદનાં મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ સામે ફરિયાદ નોંધાવી છે..જેમાં ઓગસ્ટ 2020માં ફેસબુક પર રાધિકા મોદી નામનાં એકાઉન્ટથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી યુવતીએ વેપારીને વટવા બ્રિજ નીચે મળવા બોલાવી પોતાનાં સંબંધી એ વિસ્તારમાં રહે છે તેવુ કહીને ગેસ્ટ હાઉસ લઈ ગઈ જ્યા વેપારીનુ આઈડી લઈને ગેસ્ટ હાઉસમાં જઈને ત્યાં પોતાનાં આઈકાર્ડનાં અભાવે પ્રવેશ ન આપવાનું કહીને યુવતી ઘરે જતી રહી હતી. જે બાદ બીજા દિવસે મહિલાપૂર્વ પોલીસ સ્ટેશનમાંથી વેપારીને ફોન આવ્યો હતો કે રાધિકા ઉર્ફે ઉન્નતી મોદી નામની યુવતીએ તેઓ વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદની અરજી કરી છે..વેપારી પોલીસ સ્ટેશન પહોંચતા ત્યાં યુવતી અને તેની સાથે જીતેન્દ્ર મોદી મળ્યા હતા જેમાં જીતેન્દ્ર મોદી પોતે ક્રાઈમબ્રાંચમાંથી રિટાયર્ડ છે તેમ કહીને કેસની પતાવટ માટે 5 લાખની માંગણી કરી હતી. જેમાં અઢી લાખ પોતાના અને અઢી લાખ પોલીસમાં પતાવટ કરવા પેટે માંગ્યા હતા. જેથી આબરૂ જવાની બીકે વેપારીએ તે ગેંગને 5 લાખ આપી દિધા હતા.જે બાદ યુવતીએ અરજી પરત ખેંચી હતી.

7 મહિનાં બાદ બીજી ફેબ્રુઆરીનાં રોજ આ જ યુવતી રાધિકા ઉર્ફે ઉન્નતી મોદી, જીતેન્દ્ર મોદી અને જીનલ ઉર્ફે જાનવી અને મળતીયા વકીલ બીપીન ઉપાધ્યાયે ભેગા મળીને અન્ય એક વેપારીને તેઓની જેમ જ બળાત્કાર અને પોક્સોની અરજી આપી કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને સમાધાન પેટે લાખો રૂપિયા લીધા છે.જેથી આ સમગ્ર મામલે વેપારીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

તમામ આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે વેપારીઓને ફસાવી મળવા બોલાવી ગેસ્ટ હાઉસ બહાર ઉભા રખાવીને બીજા દિવસે મહિલા પોલીસનાં પૂર્વ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પોક્સોની અરજી આપીને પૈસા પડાવતા હતા. જો કે આ ગેંગની સાથે મહિલા પૂર્વ પોલીસના અધિકારી પણ સામેલ હોય તેવી ચર્ચા ચાલી રહી છે..જોકે આ આરોપીઓની અમદાવાદ ક્રાઈમબ્રાંચે ધરપકડ કરી છે. અને આ રીતે આ ગેંગે અનેક વેપારીઓને ફસાવી પૈસા પડાવ્યા હોવાનું ક્રાઈમબ્રાંચને ધ્યાને આવ્યુ છે.