Not Set/ CM રૂપાણીનો વધુ એક સંવેદનશીલ નિર્ણય : ભિક્ષુકગૃહો-વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોને પુરાવા રહિત રસીકરણ

મુખ્યમંત્રી રૂપાણીની છાપ સંવેદનશીલતા ધરાવતા મુખ્યમંત્રીની છે. ત્યારે વધુ એક સંવેદનશીલતાનો પુરાવો આપતા તેમણે ભિક્ષુકગૃહો વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોના રસીકરણ માટે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય

Gujarat

મુખ્યમંત્રી રૂપાણીની છાપ સંવેદનશીલતા ધરાવતા મુખ્યમંત્રીની છે. ત્યારે વધુ એક સંવેદનશીલતાનો પુરાવો આપતા તેમણે ભિક્ષુકગૃહો વૃદ્ધાશ્રમો અને દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા લોકોના રસીકરણ માટે મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય મુજબ આ પ્રકારની સંસ્થાઓમાં રહેતા  રસીકરણ માટે હવે આધાર કાર્ડ કે અન્ય કોઇ પુરાવાની જરુરીયાત રહેશે નહીં.મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ થી રાજ્યના આવા વંચિત અને નિરાધાર લોકોને પણ આરોગ્ય રક્ષા મળી રહે તેવી માનવીય સંવેદનાથી આ નિર્ણય કર્યો છે

રાજ્યમાં આવેલા ભિક્ષુક ગૃહો, વૃદ્ધાશ્રમો તથા દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા 45 વર્ષથી વધુની વયના અને કોમોરબીડ-અન્ય ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિઓનું કોવિડ-19 રસીકરણ અન્વયે આધાર કાર્ડના પૂરાવા વગર પણ રસીકરણ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ આવી સંસ્થાઓમાં વસવાટ કરતા 60 વર્ષથી વધુની વયના વયસ્ક વડિલોને પણ આધાર કાર્ડ ન હોય તો પણ વેકસીન આપવાનો માનવીય અભિગમ સ્પર્શી નિર્ણય કર્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…