સુરત/ વરાછામાં કન્સ્ટ્રકશન સાઇટ પર દિવાલ ધરાશાયી થતા 2 નાં મોત, અન્ય દટાયેલા હોવાની આશંકા

સુરતના વરાછામાં એક કન્ટ્રક્શન સાઈડ પર દિવાલ ધરાશાયી થતા 2નાં કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે કામદારોની શોધખોળ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Surat
  • સુરતમાં દિવાલ ધરાશાયી થતા 2ના મોત
  • હજુ પણ કેટલાક લોકો દટાયાની આશંકા
  • વરાછાના કેદાર હાઈટસ પાસેનો બનાવ
  • ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલુ

સુરતના વરાછામાં એક કન્ટ્રક્શન સાઈડ પર દિવાલ ધરાશાયી થતા 2નાં કામદારોનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય બે કામદારોની શોધખોળ માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વરાછામાં કેદાર હાઈટસ નજીક આ ઘટના બની છે. દિવાલ ધરાશાયી થયાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના મોટા વરાછા કેદાર હાઇટસ નજીક બની છે. ઘટના સમયે 8 મજૂર કામ કરતા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનેક મજૂરો જમીનમાં દટાઈ ગયા છે. સૈનિકોએ બે મજૂરોના મૃતદેહ બહાર કાઢ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અન્ય બે કામદારોનું પણ મોત નીપજ્યું છે. હમણાં સુધી, કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.

દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા, કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે. લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો સ્થાનિક પોલીસ સાથે પહોંચ્યો હતો. જેસીબી મશીન દ્વારા મજૂરોને જમીનમાંથી કાઢવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હજુ સુધી બે મગદરોના મોતની પુષ્ટિ થઈ છે. હાલમાં વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે.