રાજસ્થાન/ રમતા-રમતા પાંચ બાળકોના એકસાથે એવી રીતે મોત નીપજ્યા કે સંપૂર્ણ ઘટના જાણીને દંગ રહી જશો

રાજસ્થાનના બિકાનેરમાં એક દુખદ ઘટનામાં પાંચ બાળકોએ જીવ ગુમાવ્યો. આ ઘટના નાપાસર પોલીસ સ્ટેશન વિસ્તારના હિમતસર ગામની છે જ્યાં મતસાર ગામમાં ઘરના આંગણામાં રાખેલી અનાજની ટાંકીમાં પાંચ નાના બાળકો અંદર ગયા હતા ત્યા ગુંગળામણથી તમામનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં ચાર છોકરીઓ અને એક છોકરો સામેલ છે. ઘટના બાદ ઘરમાં અરાજકતા ફેલાઈ ગઇ હતી. મામાએ હેવાનિયતની […]

India

રાજસ્થાનના બિકાનેરમાં એક દુખદ ઘટનામાં પાંચ બાળકોએ જીવ ગુમાવ્યો. આ ઘટના નાપાસર પોલીસ સ્ટેશન વિસ્તારના હિમતસર ગામની છે જ્યાં મતસાર ગામમાં ઘરના આંગણામાં રાખેલી અનાજની ટાંકીમાં પાંચ નાના બાળકો અંદર ગયા હતા ત્યા ગુંગળામણથી તમામનું મોત નીપજ્યું હતું. મૃતકોમાં ચાર છોકરીઓ અને એક છોકરો સામેલ છે. ઘટના બાદ ઘરમાં અરાજકતા ફેલાઈ ગઇ હતી.

મામાએ હેવાનિયતની હદ કરી પાર, અઢી વર્ષની બાળકી પર ગુજાર્યો બળાત્કાર

રમતા-રમતા અનાજની ટાંકીમાં બેઠા

કહેવામાં આવી રહ્યું છે કે પાંચ બાળકો ઘરના આંગણામાં રમતા હતા. રમતા-રમતા તે ત્યાં ગયા અને ત્યાં રાખેલા અનાજની ટાંકીમાં જઇને બેઠા હતા. આ દરમિયાન અનાજની ટાંકીનું ઢાંકણ અચાનક બંધ થઈ ગયું. આ કારણે તમામ બાળકો અંદર ફસાઈ ગયા હતા. ઘટના સમયે પરિવારના તમામ સભ્યો ખેતરમાં કામ કરવા ગયા હતાં. ઘરમાં કોઈ ન હોવાથી બાળકોના ચીસો પાડવાનો અવાજ પણ સાંભળતો ન હતો. લાંબા સમયથી ટાંકી બંધ હોવાને કારણે પાંચેય બાળકોનું ગૂંગળામણથી મોત નીપજ્યુ હતું.

According to police, the container was almost empty and the children jumped into it one after another while playing.(PTI)

બાદમાં જ્યારે પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે તેઓને ત્યાં બાળકો મળ્યા નહીં. જ્યારે બાળકોની તપાસ શરૂ થઈ ત્યારે તેઓએ તે તમામ બાળકો અનાજની ટાંકીમાંથી મળી આવ્યા હતા. પાંચેય બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા પરંતુ ત્યાં સુધીમાં તેમનો શ્વાસ અટકી ગયો હતો. એક સાથે પાંચ નાના બાળકોના મોતને કારણે આખા ગામમાં શોક છવાઈ ગયો છે. અકસ્માતનો ભોગ બનેલા આ તમામ બાળકોની ઉંમર ત્રણ વર્ષથી આઠ વર્ષની વચ્ચે જણાવાયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાર બાળકો નજીકના ભાઈ-બહેન હતા જ્યારે એક જ પરિવારનો બાળક હતો.

5 kids die after getting trapped inside grain storage container in Rajasthan

બાતમી મળ્યા બાદ નાપાસરની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પાંચેય બાળકોની લાશને કબજે કરી હોસ્પિટલના મૂકી દીધી હતી. રજાને કારણે તેમનું પોસ્ટમોર્ટમ થઈ શક્યું નહીં, પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહને પરિવારને સોપવામાં આવ્યા.