Not Set/ મહારાષ્ટ્રમાં કોરોના નોન-સ્ટોપ, 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 31,855 કેસ, એકલા મુંબઇમાં 5,185 નવા કેસ

કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળામાં મહારાષ્ટ્ર આખા દેશમાં મોખરે છે. મહારાષ્ટ્રમાં દરરોજ કેસો વધી રહ્યા છે.

Top Stories India

કોરોનાના કેસોમાં ઝડપી ઉછાળામાં મહારાષ્ટ્ર આખા દેશમાં મોખરે છે. મહારાષ્ટ્રમાં દરરોજ કેસો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 31,855 કેસ નોંધાયા છે. એકલા મુંબઇમાં જ 5,185 નવા કેસ જોવા મળ્યા છે.

જો કે આ સમયગાળા દરમિયાન 15,098 દર્દી ડિસ્ચાર્જ થઇ ગયા છે. રાજ્યમાં અત્યાર સુધી 22,62,593 દર્દી ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે. રાજ્યમાં 15 હજારથી વધુ દર્દીઓના ડિસ્ચાર્જ થવાની સાથે જ રિકવરી રેટ વધીને 88.21% થઇ ગયો છે. જો કે, આ સમયગાળા દરમિયાન 95 દર્દીઓના મોત થઇ ચૂક્યા છે.

કોરોના વધતા કેસોના પગલે સેમ્પલ ટેસ્ટની સંખ્યા વધારી દેવામાં આવી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 1,87,25,307 સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા છે. જેમાં 25,64,881 લોકો પોઝિટિવ આવ્યા છે. 12,68,094 દર્દી હોમ ક્વોરન્ટીન છે જ્યારે 13,499 દર્દી હોમ ક્વોરન્ટીન છે. રાજયમાં હાલ 2,47,299 એક્ટિવ કેસ છે. મુંબઇ ઉપરાંત, પુણેમાં 6,754, નાગપુરમાં 3,747 અને થાણેમાં 24 કલાકમાં 3,089 કેસ નોંધાયા છે.

તો દેશના ઘણાં રાજ્યોની જેમ રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. દિલ્હીમાં અંદાજે 3 મહિના પછી એક દિવસમાં કોરોનાના 1200થી વધુ કેસો સામે આવ્યા છે. હવે અહીં એક્ટિવ કેસોની સંખ્યા 4890 છે.