આજે કોરોનાનાં કેસ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યા છે. ત્યારે માસ્ક પહેરવુ ખૂબ જરૂરી બની ગયુ છે. પરંતુ આજે પણ ઘણા લોકો એવા છે કે જે માસ્ક પહેરાવાનું ટાળી રહ્યા છે. ઘણા તેના ના પહેરવા અંગેનાં કારણો આપતા હોય છે. ઘણાને શ્વાસ લેવામાં તકલીફો પડવાની ફરિયાદ છે, તો ઘણા પૂરુ મોઢુ ઠંકાઇ જાય તેની ફરિયાદ કરતા હોય છે. જો કે માસ્ક પહેરવુ ફરજિયાત બન્યા પછી ઘણા લોકોએ માસ્ક બનાવવાનું શરૂ પણ કરી દીધુ હતુ. ઘણા યુનિક માસ્ક આજે માર્કેટમાં અવેલેબલ છે. હવે તેમા એક વધારો થવા જઇ રહ્યો છે.

OMG! / મહિલાને હતી કફની સમસ્યા, તપાસ કરી તો ફેંફસામાંથી નિકળ્યું કોન્ડોમ
જી હા, હવે એક એવુ માસ્ક જોવા મળી રહ્યુ છે, જે તમારા પૂરા ફેસને નહી પણ માત્ર તમારા નાકને કવર કરશે. આવુ માસ્ક મેક્સિકોનાં એક શોધકર્તાએ બનાવ્યુ છે. આ તમારા નાકને સંપૂર્ણ રીતે કવર કરી દે છે. આ કોરોના વાયરસનાં સંક્રમણથી તમારું રક્ષણ કરશે. આ લગાવ્યા પછી તમે તમારું મોં ખુલ્લું રાખી શકશો. જેથી તમે આ લગાવ્યા બાદ આરામથી ખાઈ અને પી શકો. જો તમે હજી પણ ભયભીત છો તો તમે તેના પર સામાન્ય માસ્ક લગાવી શકો છો.

એક વીડિયોમાં, બતાવવામાં આવ્યું છે કે એક મહિલા અને એક પુરુષ આ માસ્ક લગાવીને ખાઇ-પી રહ્યા છો. તે બંને પહેલા સામાન્ય માસ્ક ઉતારે છે. જેની નીચે ફક્ત નાકવાળુ માસ્ક લગાવેલુ છે. આ પછી, આ લોકો આ માસ્કને ઉતાર્યા વિના ખાવા અને પીવાનું શરૂ કરે દે છે. તેના ટેબલ પર થોડા પ્લાસ્ટિકનાં પરબિડીયાઓ દેખાય છે, જેમાં Nose Only Mask દેખાઇ રહ્યુ છે. આ માસ્કનું નામ ફક્ત નાકવાળું માસ્ક અથવા ખાવાવાળુ માસ્ક રાખવામાં આવ્યું છે.

OMG! / 12માં માળેથી નીચે પડી ગયું 5 વર્ષનું બાળક, પરંતુ આ કારણથી બચી ગયો જીવ, જાણો અહીં…
કોરોના વાયરસ એક Respiratory disease છે, એટલે કે શ્વાસ સંબંધી બિમારી છે. તેનો વાયરસ હવામાં તરી રહેલા પ્રવાહીનાં ટીપાં દ્વારા તમારા નાકમાંથી ફેફસાં સુધી પહોંચે છે. જો કોઇ ચેપગ્રસ્ત વ્યક્તિ ખુલ્લી હવામાં ખાસી ખાય છે, તેને છીંક આવે છે અથવા ખુલ્લા નાકથી શ્વાસ લે છે, તો તે ઘણા લોકોને સંક્રમિત કરી શકે છે. તેથી, બધા લોકો માટે માસ્ક લગાવવું મહત્વપૂર્ણ છે. જો કે માસ્કને કારણે ઘણા લોકોને પણ તકલીફ પડે છે. આપને જણાવી દઇએ કે, આ માસ્ક વિશે ઘણી ચર્ચાઓ છે.
— anita 🇵🇸 (@anadiezdemarzo) March 24, 2021
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેને જોકરનાં લાલ રંગનું નાક ગણાવી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ કોઈ નવુ ઇનોવેશન નથી. જોકર્સ વર્ષોથી તેને પહેરે છે. વળી કોઈએ કહ્યું કે, આ ચોક્કસપણે થોડુ વિચિત્ર લાગે છે, પરંતુ એક સામાન્ય માસ્ક પણ એક વર્ષ પહેલા દરેકનાં ચહેરા પર વિચિત્ર લાગતુ હતુ. આની આદત પણ થઈ જશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
