Not Set/ બાંગ્લાદેશમાં PMના ફેશનની પણ ચર્ચા, ‘મુજીબ જેકેટ’ પહેરવા પાછળનું કારણ શું

જુની પેઢી માટે મુજીબ જેકેટ તેમના મહાન નેતા શેખ મુજીબ રહેમાનની વિચારધારાનું પ્રતીક છે તો બાંગ્લાદેશના યુવાનો માટે ઝડપથી એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે.

Top Stories World

બાંગ્લાદેશમાં શુક્રવારે પીએમ મોદી જ્યારે ઢાકામાં એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા તો તે સમયે તેમણે કાળા રંગનું મુજીબ જેકેટ પહેરી રાખ્યું હતું. તેની પાછળ એક ખાસ કારણ હતું.

વડાપ્રધાને આ જેકેટ બંગબંધુ શેખ મુજીબુર રહેમાનને શ્રદ્ધાંજલિ આપવા માટે પહેર્યું હતું. બાંગ્લાદેશ આઝાદીની પચાસમી વર્ષગાંઠની સાથે-સાથે મુજબી બોરસો પણ મનાવી રહ્યું છે. બાંગ્લાદેશમાં મુજીબ જેકેટન ઘણું લોકપ્રિય છે. આ ઉંચા ગળાનું બાંય વગરનું પુરુષો દ્ધારા પહેરાતો કાળો કોટ છે જેના નિચલા હિસ્સામાં બે ખિસ્સા, ડાબા ભાગમાં ઉપર એક ખિસ્સુ અને પાંચ થી છ બટન લાગેલા હોય છે.

વડાપ્રધાન મોદી દ્ધારા પહેરવામાં આવેલી મુજીબ જેકેટ ખાદીના કપડાથી બની હતી. સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર ખાદી અને ગ્રામોદ્યોગ (કેવાયસી) એ 100 મુજીબ જેકેટનો સપ્લાય કર્યો છે. જેને પ્રધાનમંત્રી મોદીના બાંગ્લાદેશ પ્રવાસ દરમિયાન જાણીતી હસ્તીઓ પહેરશે.

KVICના અધ્યક્ષ, વિનય કુમાર સક્સેનાએ કહ્યું કે બાંગ્લાદેશમાં મુજીબ જેકેટ એક ખાસ લોકપ્રિય પોશાક છે. જુની પેઢી માટે મુજીબ જેકેટ તેમના મહાન નેતા શેખ મુજીબ રહેમાનની વિચારધારાનું પ્રતીક છે તો બાંગ્લાદેશના યુવાનો માટે ઝડપથી એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. ખાદીથી બનેલું મુજીબ જેકેટ ઉત્સવના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યોમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. ”