Not Set/ શાહરુખ ખાનની ઑફિસને પત્ની ગૌરીએ આપી નવી ડિઝાઇન, કહ્યું- આ મોટો પડકાર હતો

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન બોલિવૂડ સ્ટાર્સની ફેવરિટ ઇન્ટિરિયર ડિઝાઇનર છે.

Entertainment

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન બોલિવૂડ સ્ટાર્સની ફેવરિટ ઇન્ટિરિયર ડિઝાઇનર છે. તેણે રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરણ જોહર સહિત ઘણા સ્ટાર્સના ઘરને ઇન્ટિરિયરના માધ્યમથી સુંદર બનાવ્યા છે. ગૌરીએ પોતાના ઘરની ડિઝાઈન ઉપરાંત હવે શાહરૂખની ઓફિસ રેડ ચિલીઝને પણ એક સરસ સ્પર્શ આપ્યો છે. આ ફોટો શેર કરતી વખતે ગૌરીએ કહ્યું કે શાહરૂખની ઓફિસની ડિઝાઇન કરવી તેમના માટે એક રસપ્રદ પડકાર હતો.

https://www.instagram.com/p/CM3_oFqnQLY/?utm_source=ig_web_copy_link

ગૌરીએ કહ્યું કે લોકડાઉન દરમિયાન તેણે શાહરૂખની ઓફિસ ડિઝાઇન કરી હતી. તે લખે છે- ‘લોકડાઉન દરમિયાન શાહરૂખની રેડ ચિલીઝમાં ઑફિસની ડિઝાઇન કરવાનો એક શ્રેષ્ઠ અનુભવ હતો.’  આ ડિઝાઇનિંગમાં સામેલ કંપનીને ક્રેડિટ આપતાં ગૌરીએ વધુમાં લખ્યું-‘@vox.india.interior સિવાય હું આ પ્રોજેક્ટ માટે બીજા કોઈ પર વિશ્વાસ કરી શકુ નહીં. મેસ્કુલીન અને ઓછામાં ઓછી થીમ સાથે, બ્લેક-ગ્રે-વ્હાઇટ કલર પેલેટ, કેરાડેકોએ મને ટેસ્ક્ટાઇલ ટચ સેન્સેશન સાથે ઘણા બધા વિકલ્પો આપ્યા.

ગૌરીએ પોતાની પોસ્ટમાં શાહરુખની ઑફિસનું ડિટેલિંગ પણ આપ્યું છે. તેની છત ઇન્ફ્રાટૉપ સિલિંગ સિસ્ટમથી બની છે. તેણે આ ઓફિસને એવી સ્પેસ બતાવી જે ઘરથી બિલકુલ ઓછી નથી. અહીં સર્જનાત્મકતા અને આરામ છે. તે વધુમાં લખે છે કે ‘મોટા આઉટડોર સ્પેસની સાથે ઑફિસને ડિઝાઇન કરવાનું મારા માટે ચેલેન્જ હતું. અહીં વર્ચ્યુઅલ મીટિંગ્સ આરામ અને સહજતાની સાથે જઇ શકાય છે સાથે જ ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટે અહીં મન પણ ક્રિએટિવ રહે છે. રેડ ચિલીઝ ઓફિસ શાહરુખ માટે મારી પહેલી પ્રાથમિકતા હતી.