@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ
અમદાવાદનાં જુહાપુરા વિસ્તારમાં રહેતા સફ્ફાન ભાટી તેમજ અન્ય એક હાથમાં તલવાર સાથેનો વિડીયો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે વાયરલ વિડીયો મામલે વેજલપુર પોલીસે તપાસ કરીને વિડીયોમાં તલવાર સાથે દેખાતા બન્ને શખ્સોની ધરપકડ કરી છે. બન્ને શખ્સોએ ગ્રુપમાં વિડીયો બનાવી વેબ સીરીઝ મીરઝાપુરનો એક ડાયલોગ મુકીને વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.

Mann ki Baat / મિતાલી રાજને 10 હજાર રન પૂરા કરવા બદલ PM મોદીએ અભિનંદન પાઠવ્યા
સફ્ફાન ભાટી અને બાદશાહખાન નામનાં યુવકોની એક કરતુતે તેઓને હાલ જેલનાં સળીયા પાછળ ધકેલી દિધા છે. અમદાવાદમાં થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયામાં બે વિડીયો વાયરલ થયા હતા, જેમાંથી એક વિડીયોમાં હાઈવે પર જતી કારમાં તલવાર સાથે સફ્ફાન ભાટી નામનો શખ્સ દેખાતો હતો, અને બીજા વિડીયોમાં અનેક લોકો એક જગ્યાએ એકઠા થયા હતા. જેમાં જાણીતી વેબ સીરીઝ મીરઝાપુરનો ડાયલોગનો ઓડિયો પણ મુકવામાં આવ્યો છે. જેમાં “જોનપુરકા કંટ્રોલ લેંગે, લે કે જાયેંગે તેવા ઓડિયો સાથે અનેક યુવકોની વચ્ચે ઉભા બે યુવકો હાથમાં તલવાર લઈને વિડીયો બનાવડાવતા જોવા મળ્યા હતા. આ મામલે વેજલપુર પોલીસે વાયરલ વિડીયોનાં આધારે તપાસ હાથ ધરી જુહાપુરામાંથી સફ્ફાન ભાટી તેમજ બાદશાહ ખાન નામનાં યુવકને ફતેવાડીમાં તેના ઘરેથી તલવાર સાથે ઝડપી પાડયા હતા.

હસવાનો જાદુઈ મંત્ર: લાફ્ટર થેરાપીથી એક સુરતીએ જીત્યુ કાશ્મીરનાં લોકોનું મન
પોલીસની પુછપરછમાં સામે આવ્યુ કે વિડીયોમાં દેખાતા યુવતો ક્રિકેટ રમવા માટે બહાર ગયા હતા. તે સમયે સફ્ફાન ભાટી અને બાદશાહ ખાને હાથમાં તલવાર લઈને વિડીયો બનાવ્યો હતો. જેથી પોલીસે હાલતો આ બન્ને નબીરાઓની ધરપકડ કરી છે અને હવે જે સ્થળે આ વિડીયો બનાવવામાં આવ્યો તે વિસ્તારનાં લોકલ પોલીસ સ્ટેશનમાં પણ આ બન્ને ઈસમો સામે જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવવાની તજવીજ વેજલપુર પોલીસે હાથ ધરી છે. મહત્વનુ છે કે જુહાપુરા વિસ્તારનાં અનેક યુવાનો તલવાર સાથે લોકોમાં ધોંસ જમાવવા માટે આ પ્રકારે વિડીયો બનાવતા હોય છે. થોડા દિવસો પહેલા હાથમા બંદૂક સાથે જુહાપુરાનાં ડોન અમીન મારવાડીએ પણ વિડીયો વાયરલ કરતા તેની પણ ધરપકડ કરાઈ હતી. ત્યારે આ કેસમાં વિડીયોમાં દેખાતા અન્ય યુવકો સામે પણ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
