Not Set/ ઇડર/ પાલિકાની પ્લાસ્ટિકની પાણીની ટાંકી ફાટતા, યુવતિ પાણીના પ્રવાહમાં તણાઇ

ઇડર શહેરના રામટેકરી વિસ્તારમાં નગર પાલિકાની પ્લાસ્ટિકની પાણીની ટાંકી ફાટવાણી ઘટના સામે આવી છે. અચાનક પ્લાસ્ટિકની ટાંકી ફાટતાં પાણી ભરવા આવેલી યુવતિ પાણીના પ્રવાહમાં તણાઇ ગઈ હતી. અને તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાને લઇ તાત્કાલિક યુવતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં તેને કમરના ભાગે ગંભીર ઇજાઓ થી હોવાનું સામે આવ્યુ છે. […]

Gujarat Others

ઇડર શહેરના રામટેકરી વિસ્તારમાં નગર પાલિકાની પ્લાસ્ટિકની પાણીની ટાંકી ફાટવાણી ઘટના સામે આવી છે. અચાનક પ્લાસ્ટિકની ટાંકી ફાટતાં પાણી ભરવા આવેલી યુવતિ પાણીના પ્રવાહમાં તણાઇ ગઈ હતી. અને તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

આ ઘટનાને લઇ તાત્કાલિક યુવતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેમાં તેને કમરના ભાગે ગંભીર ઇજાઓ થી હોવાનું સામે આવ્યુ છે. આ સાથે રીપોર્ટ સહિતનો ખર્ચ ખુબ જ મોંઘો હોવાથી ગરીર પરિવારે પાલિકાથી લઇ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જીલ્લાના ઇડર શહેરના રામટેકરી વિસ્તારમાં સરપ્રતાપ હાઇસ્કુલની પાછળ પાલિકા દ્વારા મુકવામાં આવેલ પ્લાસ્ટિકની ટાંકી અચાનક ફાટી હતી. રામટેકરી વિસ્તારમાં જ રાજેશભાઇ મારવાડી તેમના પરિવાર સાથે રહી છુટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે તેમની 18 વર્ષીય દીકરી પાણી ભરવા પાલિકાની પ્લાસ્ટિકની ટાંકી પાસે આવી હતી. અને અચાનક જ   ટાંકી ફાટતા તે પાણીના પ્રવાહમાં તણાઇ જતાં, તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, ઇડરના રામટેકરી વિસ્તારની ઘટનામાં યુવતિની સારવારનો ખર્ચ મોંઘો હોવાથી તેના ગરીબ પરિવાર પર આભ ફાટી પડ્યુ છે. જેને લઇ ઇજાગ્રસ્ત યુવતિના પરિવારે ચીફ ઓફિસર ઇડર નગરપાલિકા, નાયબ કલેક્ટર, કલેક્ટર સાબરકાંઠા અને મુખ્યમંત્રીને પત્ર લખી જાણ કરી મદદ માંગી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઈડર પાલિકા દ્વારા મુકવામા આવેલ પ્લાસ્ટિકનો ટાંકો જોખમી હોવા છતાં પાણી ભરી તેનો ઉપયોગ કરવામા આવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.