આઝમગઢ/ એક ભેંસનાં કારણે આઝમગઢમાં શરૂ થયું ફાયરિંગ, જાણો શું છે કારણ

આઝમગઢમાં ભેંસ હાલમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. એક ભેંસનાં વિવાદમાં, એક પક્ષે પ્રભુત્વ માટે બીજા પક્ષનાં ઘરે પહોંચી અને ફાયરિંગ શરૂ કરી હતી.

Top Stories India

આઝમગઢમાં ભેંસ હાલમાં એક ચર્ચાનો વિષય બની ગયો છે. એક ભેંસનાં વિવાદમાં, એક પક્ષે પ્રભુત્વ માટે બીજા પક્ષનાં ઘરે પહોંચી અને ફાયરિંગ શરૂ કરી હતી. આ ફાયરિંગમાં કિશોર બચી ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ગામમાં તણાવને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે હુમલો કરનારા એક વ્યક્તિની અટકાયત કરી છે.

હિટવેવ: ગરમીમાં શેકાવા રહો તૈયાર, રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી

આઝમગઢમાં એક ભેંસનાં દૂધનાં કારણે સ્થિતિ બેકાબુ બની ગઇ છે. ભેંસે દૂધ ઓછું આપવાનુ શરૂ કર્યું ત્યારે એક પક્ષે બીજા પક્ષ પર હુમલો કરી દીધો હતો. ફાયરિંગનાં કારણે સ્થિતિ ખરાબ થઇ ગઇ છે. બાબત એટલી ગંભીર બની હતી કે, સ્થળ પર ભારે પોલીસ જવાનોને ગોઠવવા પડ્યા હતા. ઉત્તર પ્રદેશનાં આઝમગઢ જિલ્લામાં ભેંસનાં દૂધને લીધે, મોટો હંગામો શરૂ થઇ ગયો હતો. ભેંસની ખરીદી કર્યા પછી, જ્યારે તેનું દૂધ ઓછું આવ્યું, ત્યારે ખરીદદાર ગુસ્સે ભરાયો હતો. ભેંસ પરત આપતા બંને વચ્ચે વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે રવિવારે ગોળીબાર શરૂ થઇ ગયો હતો. આ ફાયરિંગમાં કોઈનું મોત થયું નથી અને કોઈને ઈજા પહોંચી નથી.

રાજકારણ / રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે GNCTD બિલને આપી મંજૂરી, હવે દિલ્હીમાં LG જ ‘સરકાર’

આ સમગ્ર મામલો આઝમગઢનાં જીયનપુર કોતવાલી ગામ ધૌરાહરાનો છે. એવું કહેવામાં આવ્યું છે કે, અહી રહેતા ફહીમ પુત્ર યુસુફનાં ઘરે ગામનાં જ રહેનારા સોનુનો પુત્ર અનીશ પહોંચ્યો હતો. તેણે એક પછી એક ચાર ફાયરિંગ કર્યુ હતુ, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ પેદા થઇ ગયો છે. ઘટના સમયે ફહીમનો 15 વર્ષિય છોકરો, ફહદ ખાન રૂમમાં સૂતા હતા. આ ફાયરિંગમાં તે બચી ગયો. બનાવની જાણ થતાં જીયનપુર કોતવાલ હેમેન્દ્રસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તે પૂર્વે આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિના પહેલા ભેંસ વિશે વિવાદ થયો હતો. ફહિમ સાઉદીમાં નોકરી કરે છે. ઘરે, તેની પત્ની સોહરૈયા બાનો અને તેના બે પુત્રો રહે છે.

New Invention / હવે આવી ગયુ માત્ર નાકવાળું માસ્ક, આસાનીથી ખાઇ-પી શકશો

ફહીમની પુત્રી મહજબીને જણાવ્યું કે, આરોપી સોનુ ઘરની છત ઉપર ચઢી ગયો હતો. જે બાદ તેણે ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગમાં તેનો ભાઈ બચી ગયો હતો. આરોપીએ સીધા રૂમમાં ફાયરિંગ કર્યું હતુ. પલંગ પર ગોળીઓનાં નિશાન પણ છે. મહજબીને પોલીસને જણાવ્યું હતું કે, એક મહિના પહેલા સોનુ પાસેથી એક ભેંસ ખરીદી હતી. ખરીદી સમયે કહેવામાં આવ્યું હતું કે ભેંસ સાત મહિના સુધી દૂધ આપશે, પરંતુ 15 દિવસ પછી ભેંસે 75 ટકા દૂધ આપવાનું બંધ કરી દીધુ. આ ભેંસ 42 હજાર રૂપિયામાં ખરીદી હતી. આ ભેંસને પરત આપવાને લઇને વિવાદ થયો હતો. વળી એસપી આઝમગઢે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ભેંસનાં દૂધ અંગે વિવાદ થયો હતો. પોલીસે આ કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે, જેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ