બોલિવૂડમાં ખેલાડી કુમારથી જાણીતા અક્ષય કુમારની આગામી ફિલ્મ રામ સેતુને લઇને ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. અક્ષયે તાજેતરમાં જ પોતાની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા અયોધ્યા પણ ગયો હતો. અહીં, રામ લલ્લાને જોયા પછી, તેણે આ ફિલ્મનાં મુહૂર્ત માટે પૂજા કરી હતી. હવે આ ફિલ્મમાં અક્ષય કુમારનો પહેલો લૂક સામે આવ્યો છે.
હોલિવૂડ / કોરોનાકાળમાં પણ બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી રહી છે ‘Godzilla Vs Kong’
ખેલાડી કુમાર અક્ષયે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ચાહકોને કહ્યું છે કે, ફિલ્મ ‘રામ સેતુ’ નું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. તાજેતરમાં અક્ષયે ફિલ્મનાં મુહૂર્તનો ફોટો ચાહકો માટે શેર કર્યો છે. અક્ષયે હવે ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મ ‘રામ સેતુ’ નું શૂટિંગ શરૂ કરવાની જાણકારી આપી છે. અક્ષયે એક પોસ્ટ દ્વારા ચાહકોને કહ્યું છે કે, રામ સેતુ ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થઈ ગયું છે. અક્ષયે પુષ્ટિ આપી છે કે, રામ સેતુ ફિલ્મનું શૂટિંગ આજથી એટલે કે 30 એપ્રિલથી શરૂ થયું છે અને આ ફિલ્મ તેમના માટે ખૂબ જ ખાસ છે.
બોલિવૂડ ફેન્સ / પવન કલ્યાણની ફિલ્મ ‘વકીલ સાબ’ નું ટ્રેલર જોવા ફેન્સ થિયેટરનો કાચ તોડી ઘુસ્યા,જુઓ Video
અક્ષય કુમારે ટ્વીટ કર્યું, ‘મારા માટે એક ખૂબ જ ખાસ ફિલ્મ બનાવવાની સફર આજથી શરૂ થઈ રહી છે. રામ સેતુની શૂટિંગ શરૂ! હું આ ફિલ્મમાં આર્કિયોલોજિસ્ટની ભૂમિકા નિભાવી રહ્યો છું. આ લૂક પર તમારા વિચારો સાંભળવામાં પસંદ કરીશ? તે હંમેશાં મારા માટે ખાસ રહે છે. આ ફોટામાં અક્ષય કુમાર લાંબા વાળ સાથે નજરે પડે છે. વળી, તે ભૂખરા રંગની ટી-શર્ટ અને ગળામાં વાદળી રંગનાં કાપડને લપેટીને રાખતો જોવા મળી રહ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
