RMC/ માર્ચના છેલ્લા ત્રણ દિવસમાં મનપાનો સપાટો, ૮૨ મિલકતો સીલ તથા ૧૦૪ મિલકત જપ્તીની નોટિસ,૧૨૯.૯૨ લાખ રીકવરી

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા આજે સવારે ૧૨:૦૦ કલાકે વર્ષ ૨૦૨૦-૨૧ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત  કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ચ એન્ડિંગમાં તા. ૨૭/૦૩/૨૦૨૧ થી ૨૯/૦૩/૨૦૨૧ સુધી રજાના દિવસોમાં રીકવરીની

Gujarat Rajkot

 રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસૂલાત શાખા દ્વારા આજે સવારે ૧૨:૦૦ કલાકે વર્ષ ૨૦૨૦-૨૧ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત  કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ચ એન્ડિંગમાં તા. ૨૭/૦૩/૨૦૨૧ થી ૨૯/૦૩/૨૦૨૧ સુધી રજાના દિવસોમાં રીકવરીની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી.જે અંતર્ગતસે.ઝોન દ્વારા ૩૨ -મિલ્કતોને સીલ, ૩૬ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૩૪.૨૧ લાખ, વેસ્ટ ઝોન દ્વારા ૨૮- મિલ્કતોને સીલ, ૩૮ -મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૩૯.૯૧ લાખ, ઇસ્ટ ઝોન દ્વારા ૨૨ – મિલ્કતોને સીલ, ૩૦-મિલ્કતોને જપ્તી નોટીસ તથા રીક્વરી રૂ. ૫૫.૮૦ લાખ મળીનેઆજ રોજ વેરા-વસુલાત શાખા દ્વારા કુલ- ૮૨ મિલ્કતોને સીલ, ૧૦૪-મિલ્કતોને જપ્તીની નોટીસ આપેલ તથા ૧૨૯.૯૨ લાખ રીકવરી કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટર તથા વોર્ડ ક્લાર્ક દ્વારા આસી. કમિશ્નર કગથરા , સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.વોર્ડ વાઈઝ આ કામગીરી પર નજર કરીએ તો…

વોર્ડ નં- ૨

· ગીત ગુર્જરી વિસ્તારમાં રહેણાંક યુનિટના બાકી માંગણા સામે રૂ. ૫૬,૩૨૪/- રીકવરી

વોર્ડ નં- ૬

· માંડા ડુંગર વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૦૦ લાખ રીકવરી

વોર્ડ નં- ૭

· હરિહર ચોકમાં પૂજા કોમ્પ્લેક્ષમાં શોપ નં.:- L-૭ને બાકી માંગણા સામે સીલ કરેલ છે.

વોર્ડ નં- ૯

· રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૬૫,૦૦૦/- રીકવરી

· રૈયા રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૫૦ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૨

· વાવડી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે જપ્તીની નોટીસ આપતા રૂ. ૧૫.૧૭ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૩

· મવડી ફાયર બ્રિગેડ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૨૧ લાખ રીકવરી

· ગોંડલ રોડ પર આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૨૬ લાખ રીકવરી

· ગોંડલ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૪૭ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૫

· આજી જી.આઇડી.સી. વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૫૭ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૭

· યોગેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૨.૪૫ લાખ રીકવરી

· અટીકા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૩.૨૨ લાખ રીકવરી

· કૈલાશપતિ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૧૯ લાખ રીકવરી

વોર્ડ નં- ૧૮

· ઇન્ડસ્ટ્રીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૮.૨૮ લાખ રીકવરી

· ગોંડલ રોડ પર આવેલ કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રૂ. ૧.૫૫ લાખ રીકવરી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…