Not Set/ દબાણનો સામનો કરીને પણ ધોની રહે છે શાંત, આ તેની ખાસિયત છે, જાણો કોણે આપ્યું આ નિવેદન

ટીમો હવે આઇપીએલ 2021 માટે લગભગ તૈયાર થઇ ગઇ છે. ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ સીએસકે માટે આઈપીએલ 2020 ખૂબ ખરાબ રહ્યું હતું.

Sports

ટીમો હવે આઇપીએલ 2021 માટે લગભગ તૈયાર થઇ ગઇ છે. ત્રણ વખતની આઈપીએલ ચેમ્પિયન ટીમ સીએસકે માટે આઈપીએલ 2020 ખૂબ ખરાબ રહ્યું હતું. પ્રથમ વખત ટીમ આઈપીએલનાં પ્લેઓફમાં ક્વોલિફાય થઈ શકી ન હોતી. આ પછી, હવે આ વખતે ચેન્નાઈ સુપર કિંગ્સે પૂરી ટીમને શરૂઆતથી જ તૈયાર કરી દીધી છે. આ આઈપીએલ એમએસ ધોની માટે પણ ખૂબ પડકારજનક રહેશે. સીએસકેએ આ વખતે મોઇન અલીને તેમની ટીમમાં શામેલ કર્યો છે. દરમિયાન, સીએસકેમાં જોડાયા બાદ, મોઇન અલીએ હવે એમએસ ધોનીની જોરદાર પ્રશંસા કરી છે.

IPL થશે તો ખરાને! / ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા સંકટનાં વાદળ, હવે આ ખેલાડીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ચેન્નાઈ સુપર કિંગ્સનાં ઇંગ્લિશ ઓલરાઉન્ડર મોઇન અલીએ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની પ્રશંસા કરતા કહ્યું છે કે, તે ખેલાડીઓની રમતમાં સુધારો કરે છે. મોઇન અલી આઈપીએલની આ સીઝનમાં એમએસ ધોનીની કેપ્ટનશીપમાં સીએસકે તરફથી રમશે. તેમણે દબાણનો સામનો કરીને પણ એમએસ ધોનીની શાંત રહેવાની ક્ષમતાની પ્રશંસા કરી હતી. મોઇન અલીએ કહ્યું કે, મજબૂત નેતૃત્વ મેળવવું અને દબાણની પરિસ્થિતિમાં શાંત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી ખેલાડીઓ તેમની લયથી ભટકે નહીં. અમે ઘણા ભાગ્યશાળી છીએ કે અમારી ટીમમાં આવુ છે. હું ટીમનાં ખેલાડીઓ સાથે રમવા માટે ખૂબ ઉત્સુક છું.

Cricket / IPL શરૂ થાય તે પહેલા જ CSK ને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી નહી રમે ટૂર્નામેન્ટ

મોઇન અલીએ એમ પણ કહ્યું કે, ટીમમાં ચીજોને અલગ કરવી ચેન્નાઈને અન્ય ટીમોથી અલગ બનાવે છે. આ ફ્રેન્ચાઇઝી છે જે દબાણમાં આવતી નથી. મોઇન અલીએ કહ્યું કે, મેં એમએસ ધોનીનાં નેતૃત્વમાં રમનારા ખેલાડીઓ સાથે વાત કરી છે અને બધાએ મને કહ્યું કે મહેન્દ્રસિંહ ધોનીએ કેવી રીતે તેમની રમતમાં સુધારો કર્યો. હું માનું છું કે એક મહાન કેપ્ટન આ કરી શકે છે. તેમણે કહ્યું કે, મને લાગે છે કે તમામ ખેલાડીઓની ઈચ્છા હોય કે તે ધોનીનાં નેતૃત્વમાં રમે. તેમણે લોકોને વિશ્વાસ અને સ્પષ્ટતા આપી છે. જોવાનું એ છે કે આ વખતે સીએસકેનું પ્રદર્શન કેવું રહે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…