આવનારા સમયમાં બદલાતી ટેકનોલોજીથી જીવન સરળ બન્યું છે. તમે ક્યારેય વિચાર્યું છે કે કાર્ડ વગર પણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાય છે. હવે ખૂબ જ ટૂંક સમયમાં તમે ડેબિટ કાર્ડ વગર એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. કારણ કે એટીએમ બનાવનારી કંપની, એનસીઆર કોર્પોરેશનને યુપીઆઇ પ્લેટફોર્મના આધારે દેશની પહેલી ઇન્ટરઓપરેબલ કાર્ડલેસ કેશ વિન્ડ્રોલ સોલ્યુશન લોન્ચ કરી દીધું છે. ત્યારબાદ તમે યુ.પી.આઈ દ્વારા એટીએમ પરના ક્યૂઆર કોડથી પૈસા ઉપાડવામાં સમર્થ હશો. ચાલો આપણે તેની સંપૂર્ણ પ્રક્રિયા જાણીએ.

NCR કોર્પોરેશન અને સિટી યુનિયન બેંક વચ્ચે કરાર
યુપીઆઈ દ્વારા રોકડ ઉપાડની સુવિધા સાથે એટીએમ સ્થાપિત કરવા માટે સિટી યુનિયન બેંક અને એનસીઆર કોર્પોરેશન વચ્ચે સમજૂતી કરવામાં આવી છે. બેંકે આ સુવિધા સાથે અત્યાર સુધીમાં 1500 થી વધુ એટીએમ અપગ્રેડ કર્યા છે.
જાણો કેવી તમે રોકડ ઉપાડી શકશો?
યુપીઆઈથી પૈસા ઉપાડવા માટે પહેલા તમારે તમારા ફોનમાં કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન ખોલવી પડશે.
હવે એટીએમ સ્ક્રીન પરનો ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે.
આવું કર્યા પછી, તમારે તમારા ફોનમાં જે રકમ ઉપાડવાની છે તે દાખલ કરો.
ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એક સમયે ફક્ત 5000 રૂપિયા જ ઉપાડવામાં આવશે.
હવે તમારે પ્રોસીડ બટન પર ક્લિક કરવું પડશે.
બાદમાં તમારે તમારો 4 અથવા 6 અંકનો યુપીઆઈ પિન દાખલ કરવો પડશે.
આ તમામ કર્યા પછી, તમને એટીએમમાંથી પૈસા મળશે.

યુપીઆઈ શું છે?
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ / (Unified Payments Interface) એ એક રીયલ ટાઇમ પેમેન્ટ સિસ્ટમ છે, જે મોબાઇલ એપ્લિકેશન દ્વારા તરત જ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે. યુપીઆઈ દ્વારા, તમે અનેક યુપીઆઈ એપ્લિકેશનો સાથે બેંક એકાઉન્ટને લિંક કરી શકો છો. , બેંક ખાતાઓને યુપીઆઈ એપ્લિકેશન દ્વારા સંચાલિત કરી શકાય છે. BHIM,Google Pay, Amazon Pay, PhonePe વગેરે યૂપીઆઇ એપ છે. જેમા તમે બેંક એકાઉન્ડ લિંક કરી શકો છો.
