પ્રારંભ/ બિગ બજાર 2 કલાકમાં જ સામાનની હોમ ડિલિવરી કરશે

ગ્રાહકો માટે હોમ ડિલિવરીનો વિકલ્પ

India Trending

ફ્યુચર ગ્રુપના બિગ બજારે હોમ ડિલિવરી સેવાનો પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. બિગ બજાર હવે ઓનલાઇન ઓર્ડર કરેલી વસ્તુઓની હોમ ડિલિવરી માત્ર 2 કલાકમાં જ આપશે. આગામી સમયમાં અટેલ કે 6 મહિનાની અંદર આ હોમ ડિલિવરી સેવા તમામ બિગ બજાર સ્ટોર પર ઉપલબ્ધ થશે. ગ્રાહકો મોબાઇલ એપ અને પોર્ટલના માધ્યમથી ફેશન, સંગમેન્ટ પર આ સુવિધાનો લાભ મળી શકશે.

ફયુચર ગ્રુપના પ્રેસિડેન્ટ કમલસિંહે કહ્યું હતું કે કંપની દિલ્હી, એનસીઆર, મુંબઇ, અને બેંગલુરુમાં 2 કલાકમાં હોમ ડિલિવરીની સેવા શરૃ કરી છે. અને આગામી સમયમાં દરેક શહેરમાં પણ આ સેવા કાર્યરત કરવામાં આવશે. બિગ બજાર આગામી 45 દિવસની અંદર વધુ 21 શહેરોમાં ડિલિવરી સેવાનું વિસ્તરણ કરશે અને 5 કે 6 મહિનામાં બિગબિગ  બજારના દરેક સ્ર્ટોર્સ પર આ સેવા ચાલું થઇ જશે.

આ સેવા અતંર્ગત હોમ ડિલિવરીનો ચાર્જ 1000 હજાર સુધીના ઓર્ડર પર 49 રૃપિયા ચાર્જ વસૂલવામાં આવશે.1000 હજારથી વધુ ચીજવસ્તુઅ પર કોઇ ચાર્જ ચૂકવવો નહિં પડે. જો ગ્રાહકોને ઘરબેઠા હોમ ડિલિવરીની સેવા પ્રાપ્ત કરવી હશે તો તેમણે ઓછામાં ઓછી 500 રૃપિયાનો ઓર્ડર આપવો પડશે,

ગ્રાહકો માટે હોમ ડિલિવરીનો વિકલ્પ આપીને બિગબજારે પોતાની પ્રોડકટ સરળતાથી લોકો સુધી પહોચે તેવો તેનો ઉદ્દેશ છે.